Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 11
________________ વિષય છે? - કે ત્રિકાળી આત્મા તે એનો વિષય છે કે જે સકળ-નિરાવરણ-એક અખંડ વસ્તુ છે. ૫. દષ્ટિનું પરિણમન સ્વભાવમાં થયું તે થયું, પછી એને સંભારવું છે ક્યાં? એ તો રુચિનું પરિણમન થયું તે થયું તે સદાય રહ્યા જ કરે છે, નિઃશંક છે એમ સંભારવું પડતું નથી અને શુભાશુભમ હોય કે આત્માના અનુભવમાં હોય તો પણ સમ્યત્વનું પરિણમન તો જે છે તે જ છે. આ છે શુદ્ધ પરિણતિ! ૬. હે ભગવાન! આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે ? અહા ! અંતર અવલોકનમાં અમૃતરસ ઝરે છે અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય છે. ભાઈ ! તારા માહાત્મની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શીવાત! અહો! મારી તાકાત તો કેટલી? જેમાં નજરુંનાંખતા નિધાન ખુલી જાય એ તે વસ્તુ કેવી? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકે નહિ. એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે. ૮. જેમ રાગની મંદતા તે મોક્ષમાર્ગ નથી. જેમ વ્યવહાર સમ્યગ્દર્શન તે મોક્ષમાર્ગ નથી કે મોક્ષનું કારણ નથી, તેમ તેની સાથે રહેલું પરસત્તાવલંબી જ્ઞાન પણ મોક્ષમાર્ગનથી કે મોક્ષનું કારણ નથી. સ્વસત્તાને પકડવાની લાયકાતવાળું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાનાનુભૂતિ-આત્માનુભૂતિ-સ્વાનુભૂતિ એ જ મોક્ષનું કારણ છે. ૯. અરે ભાઈ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો! કષાય આવે તેને જાણવો તે તારી પ્રભુના છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાય ભાવો-વિભાવો જ્ઞાનમાં જણાય છે તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગી ભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી તે કજાત છે, પરજાત છે, પરશેય છે, સ્વજાત - સ્વય નથી. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો. એ પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કરતાં પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. ૧૦. જાણનાર...જાણનાર...જાણનારતે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનારતત્ત્વ તે પોતાનું ત્રિકાળી સપણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પુરતી નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. ધર્મનો સારઃ ૧. સિદ્ધાંત લોકમાં અનંત જીવો, અનંતાનંત પુલ પરમાણુઓ, એકધારા પ્રવાહરૂપે, સર્વપોતપોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને પોતપોતાના ગુણોને અર્થાત્ અસ્તિત્વને ટકાવીને નિરંતર (સતત) બીજા કોઈની પણ અપેક્ષા, મદદ, પ્રેરણા કે અસર વગર (૧) સ્વતંત્ર (૨) ક્રમબદ્ધ (૩) ઉપાદાનની યોગ્યતા પ્રમાણે પરિણમી રહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 626