Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 9
________________ પર્યાય : ગુણોની બદલાતી અવસ્થાને પર્યાય કહેવામાં આવે છે. દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે તે હંમેશા પોતાના ગુણોને ટકાવી(ધ્રુવ રાખી), સમયે સમયે ગુણોની અવસ્થા બદલાય(ઉત્પાદ-વ્યયરૂપ) જેને પર્યાય કહેવામાં આવે છે. હવે આત્મા પણ એક દ્રવ્ય છે. અનંતગુણોનો સમુહ છે. તેના મુખ્ય ગુણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત સુખ છે. તે ગુણોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે. આવું આત્માનું સ્વરૂપ સમજવાથી ધ્યાનની પ્રક્રિયા સમજાય છે. જે નિત્ય પડખું - ધુવ પડખું તે ધ્યાનનો વિષય ધ્યેય છે અને વર્તમાન જ્ઞાનની એક સમયની પર્યાય તે ધ્યાતા છે. હવે પ્રશ્ન એ છે કે વર્તમાન જ્ઞાનની પર્યાય કોને પોતાની દષ્ટિનો વિષય બનાવે છે. ૭. આ લોકમાં છ દ્રવ્ય છે. ૧) જીવ ૨) પુદ્ગલ ૩) ધર્માસ્તિકાય ૪) અધર્માસ્તિકાય ૫) આકાશ ૬) કાળ નિજ ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને બીજા બધા પરદ્રવ્ય છે. ૮. જ્યારે જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરે છે ત્યારે અજ્ઞાન અવસ્થામાં નિયમથી રાગ-દ્વેષના પરિણામ થાય છે. જેને આર્તધ્યાન અથવા રૌદ્રધ્યાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેનાથી જીવ અનાદિકાળથી પરિચિત છે અને જેના પરિણામમાં દુઃખની અનુભૂતિ થાય છે. ૯. હવે એ જ જ્ઞાનની પર્યાય જો પોતાના સ્વભાવ સન્મુખ થાય, તેને ધ્યેય બનાવી તેનો આશ્રય કરે, તેની તરફ લીન થાય, અને તેમાં જો અભેદરૂપે એક સમય માટે પરિણમી જાય તો એ સ્થિતિને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એ આત્માના અનુભવની દશામાં પ્રથમ સુખનો અનુભવ થાય છે. તે જ આત્માનુભૂતિને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ત્યાંથી જીવની ધર્મની શરૂઆત થાય છે. ગુણસ્થાનકથી વિચારીએ તો જીવ પ્રથમ ગુણસ્થાનકથી આગળ વધીને ચોથા ગુણસ્થાને આવ્યો એમ કહેવામાં આવે છે. તેને જ સમકિત કહે છે. ૧૦. હવે એ પર્યાયની જેમ જેમ આત્મામાં એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ જીવ આગળના ગુણસ્થાને ચડે છે. શ્રાવકનું પાંચમું ગુણસ્થાન અને મુનિનું છઠ્ઠ ગુણસ્થાનક છે. ધર્મ ધ્યાન વખતના જ્ઞાનના ઉપયોગને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. શુદ્ધોપયોગની તીવ્રતા પ્રમાણે ગુણસ્થાનક આગળ વધે છે. એ જ જ્ઞાનની પર્યાય જે નિજ સ્વભાવમાં અખંડ બે ઘડી સ્થિર થઈ જાય તો જીવને કેવળજ્ઞાન - પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. અને એ ધર્મની પૂર્ણતામાં અનંત-અક્ષય સુખ હોય છે. આ રીતે ધર્મની સ્થિતિએ શુદ્ધોપયોગમાં ચોથાથી બારમાં ગુણસ્થાનની અવસ્થામાં જ છે. તે સિવાય બાકીના ભાવો શુભ-અશુભ ઉપયોગ છે જે ધર્મનું સ્વરૂપ નથી. ૧૧. સાત તત્ત્વોનું સ્વરૂપ પણ આમાં સમજાય છે. જીવ તત્ત્વ જ્યારે અજીવનું લક્ષ કરે તે અધર્મ છે. તેમાં આસવ-બંધ થાય છે. જ્યારે નિજ સ્વભાવનું લક્ષ કરતાં અનુભવ થાય છે તે સંવર છે. શુદ્ધિની

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 626