Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 7
________________ નિવેદન ધર્મ શું છે? : આત્માનો સ્વભાવ ત્રિકાળી છે, તેમાં જે એક સમય પૂરતી વિકારી પર્યાય તેનું લક્ષ ગૌણ કરીને અખંડ - પરિપૂર્ણ સ્વભાવનું દર્શન કરાવવું તે જૈન ધર્મ છે. ધર્મનું સ્વરૂપ શું છે? ધર્મની વ્યાખ્યા મુખ્ય રીતે ચાર પ્રકારે વિસ્તારથી કહેલ છે. (૧) વસ્તુ સ્વભાવરૂપ ધર્મ (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રિરત્ની ધર્મ (૩) ઉત્તમ ક્ષમાદિ દશ લક્ષણરૂપ ધર્મ. (૪) અહિંસા પરમો ધર્મ. આ બધામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રધાનતા છે. એ નિશ્ચય રત્નત્રયી જ મોક્ષમાર્ગ છે. નિશ્ચયથી સાધવામાં આવે તો ધર્મનો એક જ પ્રકાર છે અને તે ધર્મની શરૂઆત શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. સમ્યગ્દર્શન વિના બધી જ ક્રિયાઓ શૂન્ય છે, એકડાં વિનાના મીંડા છે. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે. ધર્મનો આધાર કોના ઉપર છે? : એક તરફ સંયોગ છે અને બીજી તરફ સ્વભાવ, બન્ને એક સમયે છે. ત્યાં વર્તમાન જ્ઞાનની પર્યાની દૃષ્ટિ કોના પર છે તેના પર ધર્મનો આધાર છે. સંયોગ પર દષ્ટિ છે તો અધર્મ થાય છે અને જો સ્વભાવ પર દષ્ટિ એક સમયમાત્ર સ્થિર રહે તો સમ્યગ્દર્શન પર્યાયમાં પ્રગટ થાય છે. સ્વદ્રવ્ય(આત્મા) સ્વભાવ છે અને બધા જ પરદ્રવ્યો સંયોગ છે. જૈન ધર્મ આત્મધર્મ છે. વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જે વસ્તુનો સ્વભાવ છે તે જ તેનો ધર્મ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે અનંત ગુણોનો પિંડ જે આત્મા છે. તેઓ જ આત્માને ધારણ કરે છે તેથી તે જ આત્મધર્મ છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ તો હંમેશા વિદ્યમાન છે. એને શું છોડવો ? શું પ્રાપ્ત કરવો? એને તો જાણવી છે, સમજવો છે, માનવો છે, શ્રદ્ધવો છે, અનુભવવો છે. એમાં જ લીનતા, રમણતા કરવી તે આત્મધર્મ છે. આત્માનો સ્વભાવ મૂળથી અત્મિધર્મ છે. એની સન્મુખ થઈ, એનો આશ્રય કરી, એને જાણી, એની શ્રદ્ધા કરી, એમાં જ રમી જવું, જામી જવું, સમાઈ જવું એ સ્વભાવ પર્યાયરૂપ ધર્મ છે. જેને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 626