Book Title: Samyag Darshan Author(s): Ramniklal Savla Publisher: Ramniklal Savla View full book textPage 6
________________ જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ”: સ્વભાવની અનુભૂતિ કરવી તે પોતાના હાથની-પુરુષાર્થની વાત છે. મૂળ તત્ત્વ શુદ્ધાત્મા છે તેને જો તે શુદ્ધાત્મા જ્ઞાનસ્વરૂપી જ્ઞાનથી વણાયેલો છે, તેમાં અધૂરૂ જ્ઞાન નથી. અધૂરૂ દર્શન નથી, પણ તે પરિપૂર્ણ જ્ઞાન, દર્શન ને સંયમની - ચારિત્રની મૂર્તિ છે. ચૈતન્ય દ્રવ્ય મિથ્યાત્વને લઈને વિપરીત પરિણમ્યું છે, પણ સ્વભાવે દર્શન-જ્ઞાન-સંયમની મૂર્તિ છે; તે પોતાનું આચરણ છોડીને વસ્તુતઃ પરમાં ગયું નથી, સંયમમય તેનો સ્વભાવ છે. પર્યાયમાં ઊંધું થઈ ગયું છે તો પા તે છે તો જ્ઞાનમૂર્તિ, દર્શનમૂર્તિ, સંયમમૂર્તિ, જ્યાં વિકલ્પોની આકુળતા નથી, એવી નિરાકુળ આનંદમૂર્તિ ચૈતન્ય-જ્ઞાનની મુદ્રા, સંયમની મુદ્રા, આનંદની મુદ્રા એવી આશ્ચર્યકારી અનુપમ મુદ્રાવાળું ચૈતન્ય-નાદિકાળથી બહારમાં અટવાઈ ગયેલ છે. જ્ઞાનીઓ કહે છે “હે ભાઈ! તું પાછો વળ, પાછો વળ; તારા ઘરમાં જા, તારા ઘરમાં જા, તારા ઘરમાં જ બધી રિદ્ધિ સિદ્ધિ ભરેલી છે. બહારમાં ક્યાં ગોતે છે? જ્યાં અનંત ગુણોથી ભરપુર ચૈતન્ય પ્રભુનો દરબાર છે ત્યાં - તારા ઘરમાં જા ને!” તે ગુણમૂર્તિ ચૈતન્યપ્રભુને જે ઓળખે છે તે ધન્ય છે ! ચૈતન્ય દ્રવ્ય પર દષ્ટિ કરે તો બધી પર્યાયો(યથા સંભવ) શુદ્ધ પરિણમે, આખી દિશા બદલાઈ જાય, વિભાવની દશા પર તરફ છે, દ્રવ્યસ્વભાવ તરફ દષ્ટિ જતાં પર્યાયમાં આખી દિશા બદલાય છે. શુદ્ધતારૂપ પરિણમન થાય છે. જે પશ્ચિમમાંથી પૂર્વ તરફ મુખ ફેરવે તેમ દ્રવ્ય તરફ મુખ ફેરવતાં પર્યાયને પીઠ દેવાણી, દષ્ટિ ગઈ ભગવાન તરફ, નયન ભગવાનને નિરખવા લાગ્યા, હાથ તે તરફ જોડાવા માંડ્યા, સાધકના પગલાં તે તરફ ભરાવા માંડ્યાં. એવા મંગલમય ભગવાનના દર્શનથી પર્યાયમાં મંગલ પ્રભા પ્રસરી, અંતરમાં એવા જ્ઞાયકદેવના સ્વીકાર કરતાં પર્યાયમાં એ જ્ઞાયકના દર્શન થાય છે. એ જ સમ્યગ્દર્શન છે, એ જ સ્વાનુભૂતિઆત્માનુભૂતિ છે. એ જ સત્ય પુરુષાર્થનું પરિણામ છે ! સમ્યકત્વને નમસ્કાર! હે સર્વોત્કૃસુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! આ અનાદિ અનંત સંસારમાં અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તાર પરમ અનુગ્રહથી સ્વ સ્વરૂપમાં રુચિ થઈ, પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યા છે. હે કુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 626