Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 8
________________ (૫) મુક્તિનો માર્ગ ત્રિરત્ની ધર્મ કહે છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્ર એ ત્રણેની એકતારૂપ ધર્મ જ મુક્તિનો માર્ગ છે. આ જ એક કર્તવ્ય છે. તે જ પ્રાપ્ત કરવો યોગ્ય ધર્મ છે. રમાત્માને સુખ-શાંતિ પ્રાપ્ત કરાવવાવાળા ધર્મની જ જિનેશ્વરોએ પ્રરૂપણા કરી છે, તે ધર્મ આત્મધર્મ છે, કે જે મોક્ષમાર્ગ છે, દુઃખ મુક્તિનો ઉપાય છે. શુદ્ધાત્માનો અનુભવ તે જ સાચો મોક્ષમાર્ગ છે. अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप । अनुभव मारग मोखको, अनुभव मोख सरुप ॥ वस्तु विचारत ध्यावते, मन पावै विश्राम । - રસ વાત સુરણ સપને, મનુમો યા નામ || ધર્મ શું છે? ૧. દરેક જીવ સુખ ઈચ્છે છે, દુઃખથી ડરે છે. સુખ જીવનો સ્વભાવ છે. અનાદિકાળથી જીવને સુખનું અને પોતાના સાચા સ્વરૂપનું ભાન ન હોવાથી, તે સુખ પ્રાપ્તિના ખોટા ઉપાય કરે છે અને પરિણામે દુઃખ ભોગવે છે. “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત......! ૨. સુખએ કોઈ વસ્તુ નથી કે જે બહારથી પ્રાપ્ત થાય અને તેને ભોગવી શકાય. સુખ એ માત્ર અનુભૂતિનો વિષય છે. પોતાના સ્વસંવેદન જ્ઞાન દ્વારા એનો અનુભવ થઈ શકે છે. ૩. અનુભવ એ એક ધ્યાનની અવસ્થા છે, સ્થિતિ છે. ધ્યાનની સાદી વ્યાખ્યા આ મુજબ છે. “જ્ઞાન” એટલે જાણવું અને આંતરો પાડ્યા વગર સતત પોતાને જાણતાં રહેવું એને ધ્યાન” કહેવામાં આવે છે. ૪. ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર છે. ૧) આર્ત ધ્યાન ૨) રૌદ્ર ધ્યાન ૩) ધર્મ ધ્યાન ૪) શુક્લ ધ્યાન. ૫. હવે ધ્યાનમાં ત્રણ વસ્તુ હોય છે. ૧) જેનું ધ્યાન કરવામાં આવે તે ધ્યેય...! ૨) જે ધ્યાન કરે તે ધ્યાતા. ૩) ધ્યાનની પ્રક્રિયા. ધ્યેય અને ધ્યાતા એ બન્ને આત્માનાં જ બે પડખાં છે. (૧) નિત્ય - ધ્રુવ પડખું (૨) અનિત્ય - સમયે સમયે બદલાતું પડખું. (૧) નિત્ય - ધ્રુવ - અખંડ - અભેદ જ્ઞાયકસ્વભાવ તે ધ્યેય છે. (૨) અનિત્ય - સમયે સમયે પલટાતી વર્તમાન જ્ઞાનની પર્યાય ધ્યાતા છે. ૬. આવું બે પડખાંવાળું આત્માનું સ્વરૂપ સમજવાની જરૂર છે. દરેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે અથવા તો દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. દરેકની વ્યાખ્યા જોઈએ. દ્રવ્ય : ગુણોના સમુહને દ્રવ્ય કહેવામાં આવે છે. ગુણ: દ્રવ્યના પુરા ભાગમાં હોય અને તેની દરેક અવસ્થામાં હોય તેને ગુણ કહેવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 626