Book Title: Samyag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 10
________________ (૭) વૃદ્ધિને નિર્જરા કહેવામાં આવે છે. સર્વ કર્મોના ક્ષયને મોક્ષ કહેવામાં આવે છે. (પૂર્ણ શુદ્ધતા એ - મોક્ષ અવસ્થા છે) ૧૨. આવી રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. આ મોક્ષમાર્ગ ત્રણ કાળ ત્રણ લોકમાં એક જ છે. અને તેનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહારથી એમ બે પ્રકારે કરવામાં આવ્યું છે. આ રીતે આપણા જ્ઞાન અને શ્રદ્ધામાં ધર્મનું સાચું સ્વરૂપ સમજાવું જોઈએ. ધર્મ સંબંધી પરમાગમ સારઃ ૧. નિશ્ચપદષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. જિનવર અને જીવમાં ફેર નથી. ભલે ને એકેન્દ્રિયનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. વસ્તુસ્વરૂપે તો બધા પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દષ્ટિ થઈ છે એ તો પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમ ત્મા સ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે છે. અહાહા ! કેટલી વિશાળ દષ્ટિ ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય, પણ આવી કબૂલાતને રોકનારા માન્યતારૂપી ગઢના પાર ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે જિનવર સમાન આત્માને દષ્ટિમાં લેવો કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્માસ્વરૂપ જ છે. ૨. જેને સુખી થવું હોય તેને કહે છે કે શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે તે સર્વાગ જ્ઞાનથી ભરેલી છે. તેની સન્મુખ થવું તે સુખી થવાનો માર્ગ છે, તે ધર્મ છે. સર્વાગ જ્ઞાનથી ભરેલી ચૈતન્ય વસ્તુમાં રહેતાં શુદ્ધતા થાય છે અને અશુદ્ધતા નાશ થાય છે તેનું નામ પોતાનું હિત એટલે કે કલ્યાણ છે. ૩. નિશ્ચય મોક્ષમાર્ગ છે તે નિર્વિકલ્પ સમાધિ છે. તેનાથી ઉત્પન્ન થયેલ અતીન્દ્રિય આનંદનો અનુભવ જેનું લક્ષણ છે એવું સ્વસંવેદન જ્ઞાન તે જ્ઞાન છે. શાસ્ત્ર ભણતર તે જ્ઞાન નથી, પણ નિર્વિકલ્પસ્વસંવેદન લક્ષણ તે જ્ઞાન છે. સુખાનુભૂતિમાત્ર લક્ષણ - સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય તેવો છે, તે સિવાય જણાય તેવો નથી. નિર્વિકારી વસંવેદન જ્ઞાનથી જણાય તેવો છે પણ ભગવાનની વાણ થી જણાય તેવો નથી. ભગવાનની ભક્તિથી જણાય તેવો નથી. આનંદની અનુભૂતિના સ્વસંવેદન જ્ઞાનથી જણાય એવો હું છું અને બધા આત્માઓ પણ એના સ્વસંવેદન જ્ઞાનથી એને જણાય એવા છે. ૪. જેને આત્મા જણાયો છે એવા ધ્યાતા પુરુષ, ધર્મી જીવ કે જેને સ્વસંવેદન આનંદની અનુભૂતિ સહિતનું જ્ઞાન એક અંશે પ્રગટ્યું છે તે પ્રગટેલી દશાનું ધ્યાન, ધ્યાની-જ્ઞાની કરતો નથી. અનુભવની જે પર્યાય છે તે એકદેશ પ્રગટ પર્યાયરૂપ છે, છતાં ધ્યાતા પુરુષ, ધ્યેયનું ધ્યાન કરનારો પુરુષ, તે પ્રગટ પર્યાયનું ધ્યાન કરતો નથી. તો પછી ધર્મી કોનું ધ્યાન કરે છે ? ધર્મી જીવને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટે છે છતાં પ્રગટેલાનું ધ્યાન કરતો નથી, તો કોનું ધ્યાન કરે છે? - કે એક સમયની પર્યાય પાછળ બિરાજમાન જે સકળ નિરાવરણ-અખંડ એક- પ્રત્યક્ષ પ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ-પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યનું ધ્યાન કરે છે. સમદષ્ટિનું ધ્યેય શું છે? સમ્યક્દષ્ટિ ધર્મીનો

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 626