________________
ચુસ્ત રાષ્ટ્રવાદી સખાવતે બહાદુર શેઠ હાથીભાઈ ગલાલચંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર રત્નાકર સાગરના કપાવંત આ શાહ સોદાગરનો જન્મ (કચ્છ) પ્રકા ખાતે
(ક) મુદ્રાખાતે શા. ગલાલચંદ આશકરણ નામના વેપારીને ત્યાં વીશા એસવાલ ( ગુજર) જ્ઞાતિમાં તા. ૧૫ મી ઓક્ટોબર ૧૯૦૦ માં થયો હતો,
બચપણથી જ હિંમતબાજ, કુશળ, નીડર અને બુદ્ધિશાળી, હાથીભાઈએ, સામાન્ય ગ્રામ્ય કેળવણું, યુવાવસ્થાના પગથીએ ચઢતા સુધીમાં પ્રાપ્ત કરી હતી.
- ૧૭ વર્ષની યુવાન અવસ્થાએ “બાહુબળે ભાગ્યપરીક્ષા” અર્થે તેમની નજર અલબેલી મુંબઈ તરફ વળી અને તેઓ મુંબઈ આવ્યા.
આ કાળે ભાગ્યાત્માઓ માટે મુંબઈનું શેર બજાર, બુલિયન, કેટન મારકેટ, શીડસબજાર વગેરે બજાર ઊંચ કોટીના સ્થાન તરીકે પ્રખ્યાતિને પામેલ હતા, ત્યાંથી સેંક ભાગ્યાત્માઓએ પિતપોતાના પુન્ય અનુસાર લક્ષ્મીદેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી ને કરે છે.
જેમને અનંત જન્મોના ભાથાને સાથ આ જન્મમાં મળેલ છે, એવા આ ભાગ્યા. ભાને ઉપરોકત બજારમાં હીંમત અને ગણત્રીથી તક સાધતા, વેપારમાં ભાગ્યદેવીએ એવી તો સુંદર યારી આપી કે, જોતજોતામાં તેઓ શાહ સોદાગરોનો સાથ અને પ્રેમ સંપાદન કરવા ભાગ્યશાલી થયા તેમજ વિશ્વભરના બજારોની માહિતી અને વેપારનું માર્ગદર્શન લેવા ને કરવા શકિતશાળી બન્યા.
નિરભિમાની, હસમખા અને પ્રેમાળ સ્વભાવી હાથીભાઇને ત્યાં શ્રીમંત અને મધ્યમ વર્ગના વેપારીઓનો સુંદર સમુદાય રાજવંશી ડાયરાની માફક નિત્ય પ્રભાતથી તે મોડી સાંજ સુધી જામતો જ રહ્યો. તેમના ગૃહ આંગણે રત્નાગર સાગરની લહેરોની માફક, કુબેર સંપરીસમ ધન સંચય ભરતી અને ઓટની સમ એવી રીતે થવા લાગ્યો કે જાણે તેઓ મહાન ભાગ્યાત્મા લક્ષ્મીનંદન ન હોય ?
- એક મહાન અર્થશાસ્ત્રીની માફક, આ બુદ્ધિશાળી સહાસિક વેપારીએ જેબર (ખેલાડી) તરીકે, નિયમિતતાની હજારોની ઉથલપાથલથી મુંબઈના બજારોમાં ઊંચ કેટીનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. “ એવા શ્રી હાથીભાઈના વર્તમાન જીવનની સંક્ષિપ્ત ઝાંખી અમે અતિશયોક્તિ વિના રજુ કરીએ છીએ કે જેનું અવલોકન અમેએ જાતે કરેલ છે. - મુંબઈમાં ચોપાટી સીચુ પરના રત્નાગરસાગરની છત્રછાયાવાળા તેમના આલીશાન વૈભવી ભવનની પેઢીમાં, નિત્ય પ્રભાતથી તે મોડી સાંજ સુધીમાં વિશ્વભરના બજારોના તેમજ વેપારને લગતા સંદેશાઓની લેતીદેતી, અનેક ક્રોધારા ગુંજારવ કરતી જ હોય છે. તેમના ખાસ ચેમ્બરમમાં મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિશાળી ખેલાડીઓને રાજવંશી મયરો જામેલો જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com