________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
પૂર્વરંગ
૩૩
(માલિની) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८ ।।
अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः प्रमाणनयनिक्षेपाः ये ते
ભાવાર્થ:- આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદગલના બંધપર્યાયરૂપ દૃષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદગલનું નિજસ્વરૂપ જાદુ જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ- [ તિ] આ રીતે [ વિરમ્ નવ—તત્ત્વ–ચ્છન્નમ્ રૂમ્ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [વર્ષમાતા–ના નિમને
નમ્ રૂવ ] જેમ વર્ષોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [ ઉન્નીયમાનં] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [ગથ] માટે હવે હે ભવ્ય જીવો! [સતતવિવિ$] હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન, [ ૫] એકરૂપ [દશ્યતાન્દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ] આ (જ્યોતિ), પદે પદે અર્થાત પર્યાયે પર્યાય એકરૂપ ચિત્યમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાયો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકા:- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com