________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
આસ્રવ અધિકાર
૨૬૫
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति
भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो। रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।।१६७ ।। भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः। रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।।१६७ ।।
इह खलु रागद्वेषमोहसम्पर्कजोऽज्ञानमय एव भावः, अयस्कान्तोपलसम्पर्कज इव कालायससूची, कर्म कर्तुमात्मानं चोदयति; तद्विवेकजस्तु ज्ञानमयः, अयस्कान्तोपलविवेकज इव कालायससूची, अकर्मकरणोत्सुकमात्मानं स्वभावेनैव स्थापयति। ततो रागादिसङ्कीर्णोऽज्ञानमय एव कर्तृत्वे चोदकत्वाद्वन्धकः। तदसङ्कीर्णस्तु स्वभावोद्भासकत्वात्केवलं ज्ञायक एव, न मनागपि बन्धकः।
હવે, રાગદ્વેષમોહુ જ આસ્રવ છે એવો નિયમ કરે છે:
રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો; રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.
ગાથાર્થ - [ નીવેન કૃત:] જીવે કરેલો [ રાવિયુત: ] રાગાદિયુક્ત [ ભાવ: 7] ભાવ [વધુ: મળત:] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [+વિવિપ્રમુp:] રાગાદિથી વિમુક્ત ભાવ [વશ્વવ:] બંધક નથી, [વતમ્ જ્ઞાયવ: ] કેવળ જ્ઞાયક જ છે.
ટીકાઃ-ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (–મળેલો) અજ્ઞાનમય ભાવ જ કતૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (–પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com