Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
(શાર્દૂનવિદ્રીડિત)
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकान्तनिश्चेतनः सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ।। २५८ ।।
(શાર્દૂનવિદ્રીડિત)
अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति ।
स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरादारूढः परभावभावविरहव्यालोकनिष्कम्पितः।। २५९ ।।
૨૫૮.
(હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, [ પરમાવ-ભાવરુલનાત્] ૫૨ભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી, ) [ નિત્યં વત્તિ:-વસ્તુન્નુ વિશ્રાન્ત: ] સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, [ સ્વમાવ–મહિમનિ પ્રાન્ત-નિશ્ચેતન: ] ( પોતાના ) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, [નશ્યતિ વ] નાશ પામે છે; [ચાદારી તુ] અને સ્યાદ્વાદી તો [નિયત-સ્વમાવ-ભવન-જ્ઞાનાત્ સર્વસ્માત્ વિમò: ભવન્ ] ( પોતાના ) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી ( –સર્વ ૫૨ભાવોથી ) ભિન્ન વર્તતો થકો, [સહન-સ્વદીષ્કૃત-પ્રત્યય: ] જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, [ નાશક્ તિ ન] નાશ પામતો નથી.
ભાવાર્થ:-એકાંતવાદી ૫૨ભાવોથી જ પોતાનું સ૫ણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે; અને સ્યાદ્દાદી તો, જ્ઞાનભાવ શેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.
૬૦૫
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની ) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
(હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, [ સર્વ-ભાવ-મવનં
* ભવન = અસ્તિત્વ; પરિણમન.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676