Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 650
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૬ સમયસાર, | [ ભગવાનશ્રીકુંદકુંદ अथास्योपायोपेयभावश्चिन्त्यते आत्मवस्तुनो हि ज्ञानमात्रत्वेऽप्युपायोपेयभावो विद्यत एव; तस्यैकस्यापि स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात्। तत्र यत्साधकं रूपं स उपायः, यत्सिद्धं रूपं स उपेयः। अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचारित्रैः स्वरूपप्रच्यवनात् संसरत: सुनिश्चलपरिगृहीतव्यवहारसम्यग्दर्शनज्ञानचारित्रपाकप्रकर्षपरम्परया क्रमेण स्वरूपमारोप्यमाणस्यान्तर्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रविशेषतया साधकरूपेण तथा ( –અનેકાંત સાથે સુસંગત, અનેકાંત સાથે મેળવાળી) દષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [ચાર–શુદ્ધિક્ ધિક્ ધિમાચ] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [વિન– નીતિ” ઝીંયન્ત:] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [ સન્ત: જ્ઞાનીભવન્તિ ] સત્પરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે. ભાવાર્થ-જે સત્પષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને-જાણીને, જિનદેવના માર્ગને-સ્યાદ્વાદન્યાયને-નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ર૬૫. (આ રીતે સ્યાદવાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય-ઉપયભાવ વિષે થોડું કહે છે:- હવે આનો (-જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો *ઉપાય-ઉપયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપયપણું બને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે) : આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય-ઉપયભાવ (ઉપાયઉપયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં *પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી શ્રુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં, સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શનશાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે-પણા વડે પોતે સાધક રૂપે પરિણમતું, તથા પરમ * ઉપય એટલે પામવાયોગ્ય, અને ઉપાય એટલે પામવાયોગ્ય જેનાથી પમાય તે. આત્માનું શુદ્ધ (-સર્વ કર્મ રહિત) સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપય છે અને મોક્ષમાર્ગ તે ઉપાય છે. * આત્મા પરિણામી છે અને સાધકપણું તથા સિદ્ધપણું એ બને તેના પરિણામ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676