Book Title: Samaysara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 656
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates દરર સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ ( પૃથ્વી ) क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं क्वचित्पुनरमेचकं सहजमेव तत्त्वं मम। तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ।। २७२ ।। જ્ઞેય: ] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ જ્ઞેય–૬ -જ્ઞાનજ્હોન-વાન્] (પરંતુ) જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતૃમત્-વસ્તુમાત્ર: જ્ઞેય: ] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શૈય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો ). ભાવાર્થ:-જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેયરૂપ છે. બાહ્ય શૈયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; જ્ઞેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. ‘આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું’ એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧. આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તોપણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ શ્લોકાર્થ:- (જ્ઞાની કહે છેઃ ) [ મમતત્ત્વ સદનમ્ વ] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [વચિત્ મેશ્વ ં તસતિ] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ ) મેચક (અનેકાકાર, અશુદ્ધ ) દેખાય છે, [વવવિદ્ મેવ–અમેવ ં] કોઈ વાર મેચક-અમેચક (બન્નરૂપ ) દેખાય છે [પુન: વિત્ઝમેવŌ] અને વળી કોઈ વાર અમેચક (એકાકાર, શુદ્ધ) દેખાય છે; [તથાપિ] તોપણ [ પરસ્પર—સુસંહત-પ્રદ-શત્તિ-વર્ઝ રક્ તત્ પરસ્પર સુસંત ( -સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી ) પ્રગટ શક્તિઓના સમૂહરૂપે સ્ફૂરાયમાન તે આત્મતત્ત્વ [ગલમ-મેધસાં મન: ] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [ત્ત વિમોહયક્તિ] વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી ). ભાવાર્થ:-આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676