________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
૪૨૧
च पुद्गलद्रव्यं न मम कार्य नित्यमचेतनत्वे सति मत्कार्यत्वाभावात्, -इति तत्त्वज्ञानपूर्वकं पुद्गलद्रव्यं निमित्तभूतं प्रत्याचक्षाणो नैमित्तिकभूतं बन्धसाधकं भावं प्रत्याचष्टे, तथा समस्तमपि परद्रव्यं प्रत्याचक्षाणस्तन्निमित्तं भावं प्रत्याचष्टे। एवं द्रव्यभावयोरस्ति निमित्तनैमित्तिकभावः।
(શાર્દૂત્મવિશોહિત) इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलां बहुभावसन्ततिमिमामुद्धर्तुकामः समम्। आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविद्युतं येनोन्मूलितबन्ध एष भगवानात्मात्मनि स्फूर्जति।।१७८ ।।
અભાવ છે, માટે અધ:કર્મ અને ઉશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણ કે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે, ”—એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત પુદ્ગલદ્રવ્યને પચખતો આત્મા (-મુનિ) જેમ નૈમિત્તિકભૂત બંધસાધક ભાવને પચખે છે, તેમ સમસ્ત પરિદ્રવ્યને પચખતો (ત્યાગતો) આત્મા તેના નિમિત્તે થતા ભાવને પચખે છે. આ પ્રમાણે દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિકપણું છે.
ભાવાર્થ-અહીં અધ:કર્મ અને ઉશિક આહારનાં દષ્ટાંતથી દ્રવ્ય અને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દઢ કર્યું છે.
જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધઃકર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધઃકર્મ કહેવામાં આવે છે. જે આહાર, ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉશિક કહેવામાં આવે છે. આવા (અધ:કર્મ અને ઉશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી અને જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક તે આહારને પચખ્યો છે તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો છે. આ રીતે સમસ્ત દ્રવ્યને અને ભાવને નિમિત્ત-નૈમિત્તિકભાવ જાણવો. જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે તેને રાગાદિભાવો પણ થાય છે, તે તેમનો કર્તા પણ થાય છે અને તેથી કર્મનો બંધ પણ કરે છે; જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે તેને કાંઈ ગ્રહણ કરવાનો રાગ નથી, તેથી રાગાદિરૂપ પરિણમન પણ નથી અને તેથી આગામી બંધ પણ નથી. (એ રીતે જ્ઞાની પરદ્રવ્યનો કર્તા નથી.)
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જેમાં પરદ્રવ્યને ત્યાગવાનો ઉપદેશ કરે
શ્લોકાર્થ:- [ તિ] આમ (પદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com