________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩ર
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્રવિદ્રોહિત) रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात्। दूरारूढचरित्रवैभवबलाच्चञ्चच्चिदर्चिर्मयीं विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम्।। २२३ ।।
ભાવાર્થ-જ્ઞાનનો સ્વભાવ શયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. યોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગદ્વેષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદવે શોચ કર્યો છે કે “વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીનઅવસ્થારૂપ કેમ રહેતો નથી?” આ પ્રમાણે આચાર્યદવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુ:ખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધ - [રા-દ્વેષ-વિભાવ–મુp–મદ: ] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે, [ નિત્યં સ્વમવ–પૃશ:] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [પૂર્વ–આ| નિ–સમસ્ત-મૈ–વિના:] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [તવા––૩યા–મિન્ના:] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [–ર–મારુઢ-ચરિત્ર-વૈભવ-વનાત્ જ્ઞાની સગ્યેતનામ્ વિજ્વન્તિ] તેઓ (-એવા જ્ઞાનીઓ-) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- [ –વિ–નિય] કે જે જ્ઞાન-ચેતના ચમક્તી ચૈતન્યજ્યોતિમય છે અને [સ્વ–૨૨ – મિષિ-મુવનામૂ] જેણે નિજ રસથી ( પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.
ભાવાર્થ-જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
અહીં તાત્પર્ય આમ જાણવું:-જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદનપ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ ) દઢ કરે છે; એ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com