________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पज्जंते सहावेण।।३७२ ।।
अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः। तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२ ।।
न च जीवस्य परद्रव्यं रागादीनुत्पादयतीति शङ्क्यम्; अन्यद्रव्येणान्यद्रव्यगुणोत्पादकरणस्यायोगात; सर्वद्रव्याणां स्वभावेनैवोत्पादात्। तथाहि-मृत्तिका कृम्भभावेनोत्पद्यमाना किं कुम्भकारस्वभावेनोत्पद्यते, किं मृत्तिकास्वभावेन ? यदि कुम्भकारस्वभावेनोत्पद्यते तदा कुम्भकरणाहङ्कारनिर्भरपुरुषाधिष्ठितव्यापृतकर-पुरुषशरीराकार: कुम्भः स्यात्। न च तथास्ति, द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणामोत्पाद
ભાવાર્થ:-રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શક્યું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે. ૩૭૨.
ગાથાર્થઃ- [ગચંદ્રવ્યેળ ] અન્ય દ્રવ્યથી [ ન્યદ્રવ્યરચ] અન્ય દ્રવ્યને [ગુણોત્પત્તિ ] ગુણની ઉત્પત્તિ [ન ક્રિયd] કરી શકાતી નથી; [ તમાત્ તુ] તેથી (એ સિદ્ધાંત છે કે) [ સર્વદ્રવ્યા]િ સર્વ દ્રવ્યો [સ્વમાવે] પોતપોતાના સ્વભાવથી [૩Fઘન્ત ] ઊપજે છે.
ટીકા:-વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દાંતથી સમજાવવામાં આવે છે –
માટી કુંભભાવે (ઘડા-ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં વડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com