________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
इति निर्जरा निष्क्रान्ता।
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતીકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો થાત પણ વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદષ્ટિને મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય ?
સમાધાનઃ- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડા રહેવાની અવિધ કેટલી ? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે ૫૨માનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨.
ટીકા:-આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગઈ.
ભાવાર્થ:-એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com