________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪00
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
एदाणि णत्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि। ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति।। २७० ।। एतानि न सन्ति येषामध्यवसानान्येवमादीनि। ते अशुभेन शुभेन वा कर्मणा मुनयो न लिप्यन्ते।। २७० ।।
एतानि किल यानि त्रिविधान्यध्यवसानानि तानि समस्तान्यपि शुभाशुभकर्मबन्धनिमित्तानि, स्वयमज्ञानादिरूपत्वात्। तथाहि-यदिदं हिनस्मीत्याद्यध्यवसानं तत्, ज्ञानमयत्वेनात्मनः सदहेतुकज्ञप्त्येकक्रियस्य रागद्वेषविपाकमयीनां हननादिक्रियाणां च विशेषाज्ञानेन विविक्तात्माज्ञानात्, अस्ति तावदज्ञानं, विविक्तात्मादर्शनादस्ति च
એ આદિ અધ્યવસાન વિધવિધ વર્તતાં નહિ જેમને, તે મુનિવરો લેપાય નહિ શુભ કે અશુભ કર્મો વડે. ૨૭૦.
ગાથાર્થ- [તાનિ] આ પૂર્વે કહેલાં ) [gવમાવીન] તથા આવા બીજા પણ [ અધ્યવસાનાનિ] અધ્યવસાન [ રેષાન] જેમને [ન સન્તિ] નથી, [તે મુન:] તે મુનિઓ [શશુમેન] અશુભ [વા શુમેન] કે શુભ [કર્મળા ] કર્મથી [તિજો] લેપાતા નથી.
ટીકાઃ-આ જે ત્રણ પ્રકારનાં અધ્યવસાનો છે તે બધાંય પોતે અજ્ઞાનાદિરૂપ (અર્થાત્ અજ્ઞાન, મિથ્યાદર્શન અને અચારિત્રરૂપ) હોવાથી શુભાશુભ કર્મબંધનાં નિમિત્ત છે. તે વિશેષ સમજાવવામાં આવે છે:-“હું (પર જીવોને) હણું છું', ઇત્યાદિ જે આ અધ્યવસાન છે તે અધ્યવસાનવાળા જીવને, જ્ઞાનમયપણાને લીધે સરૂપ અહેતુક જ્ઞતિ જ જેની એક ક્રિયા છે એવા આત્માનો અને રાગદ્વેષના ઉદયમય એવી હનન આદિ ક્રિયાઓનો વિશેષ નહિ જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે, ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાન).
૧. સરૂપ = સત્તાસ્વરૂપનું અસ્તિત્વસ્વરૂપ. (આત્મા જ્ઞાનમય છે તેથી સતરૂપ અહેતુક
જ્ઞતિ જ તેની એક ક્રિયા છે.) ૨. અહેતુક = જેનું કોઈ કારણ નથી એવી; અકારણ; સ્વયંસિદ્ધ સહજ. ૩. જ્ઞતિ = જાણવું તે જાણનક્રિયા. ( જ્ઞતિક્રિયા સરૂપ છે, અને સરૂપ હોવાથી અહેતુક
૪. હનન = હણવું તે; હણવારૂપ ક્રિયા ( હણવું વગેરે ક્રિયાઓ રાગદ્વેષના ઉદયમય છે.) ૫. વિશેષ= તફાવત; ભિન્ન લક્ષણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com