________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(માતિની). विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः। तदपि सकलरागद्वेषमोहव्युदासादवतरति न जातु ज्ञानिनः कर्मबन्धः।। ११८ ।।
સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો અને અનંતાનુબંધી કષાયનો ઉદય નહિ હોવાથી તેને તે પ્રકારના ભાવાત્રવો તો થતા જ નથી અને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાય સંબંધી બંધ પણ થતો નથી. (ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે જ અનંતાનુબંધી કષાયનો તથા તે સંબંધી અવિરતિ અને યોગભાવનો પણ ક્ષય થઇ ગયો હોય છે તેથી તેને તે પ્રકારનો બંધ થતો નથી; પથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તેમ જ અનંતાનુબંધી કષાયો માત્ર ઉપશમમાં-સત્તામાંજ હોવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનું કારણ થતું નથી; અને ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને પણ સમ્યકત્વમોહનીય સિવાયની છ પ્રકૃતિઓ વિપાક-ઉદયમાં આવતી નથી તેથી તે પ્રકારનો બંધ થતો નથી.)
અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને જે ચારિત્રમોહનો ઉદય વર્તે છે તેમાં જે પ્રકારે જીવ જોડાય છે તે પ્રકારે તેને નવો બંધ થાય છે, તેથી ગુણસ્થાનોના વર્ણનમાં અવિરતસમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનોએ અમુક અમુક પ્રકૃતિનો બંધ કહ્યો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી તેને સામાન્ય સંસારની અપેક્ષાએ બંધમાં ગણવામાં આવતો નથી. સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયમાં સ્વામિત્વભસાવે તો જોડાતો જ નથી, માત્ર અસ્થિરતારૂપે જોડાય છે; અને અસ્થિરતારૂપ જોડાણ તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ જ નથી. માટે સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે; ઉદયનો જ્ઞાતાદ્રષ્ટા થઇને પરના નિમિત્તથી માત્ર અસ્થિરતારૂપે પરિણમે ત્યારે કર્તા નથી, જ્ઞાતા જ છે. આ અપેક્ષાએ, સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહના ઉદયરૂપ પરિણમવા છતાં તેને જ્ઞાની અને અબંધક કહેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય છે અને તેમાં જોડાઇને જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યાં સુધી જ તેને અજ્ઞાની અને બંધક કહેવામાં આવે છે. જ્ઞાની-અજ્ઞાનીનો અને બંધ-અબંધનો આ વિશેષ જાણવો. વળી શુદ્ધ સ્વરૂપમાં લીન રહેવાના અભ્યાસ દ્વારા કેવળજ્ઞાન પ્રગટવાથી જ્યારે જીવ સાક્ષાત્ સંપૂર્ણજ્ઞાની થાય છે ત્યારે તો તે સર્વથા નિરાસ્ત્રવ થઇ જાય છે એમ પહેલાં કહેવાઈ ગયું
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:શ્લોકાર્થઃ- [વ]િ જોકે [સમયમ અનુસરન્ત: ] પોતપોતાના સમયને
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૭૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com