________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પર
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत्, तन्न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येऽपि क्षणमपि ज्ञानमुपास्ते, स्वयम्बुद्धबोधितबुद्धत्वकारण-पूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः। तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वात् ? एवमेतत्।
तर्हि कियन्तं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयताम्
कम्मे णोकम्मम्हि य अहमिदि अहकं च कम्म णोकम्म। जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव।। १९ ।।
નથી. કેવી છે આત્મજ્યોતિ? [ 5થમ પિ સમુપાત્રિત્વમ્ કરિ વતાયા: પતિત”] જેણે કોઈ પ્રકારે ત્રણપણું અંગીકાર કર્યું છે તોપણ જે એકપણાથી ટ્યુત થઈ નથી અને [મચ્છઉદ્છ ] જે નિર્મળપણે ઉદય પામી રહી છે.
ભાવાર્થ- આચાર્ય કહે છે કે જેને કોઈ પ્રકારે પર્યાયદષ્ટિથી ત્રણપણું પ્રાપ્ત છે તોપણ શુદ્ધદ્રવ્યદૃષ્ટિથી જે એકપણાથી રહિત નથી થઈ તથા જે અનંત ચૈતન્યસ્વરૂપ નિર્મળ ઉદયને પ્રાપ્ત થઈ રહી છે એવી આત્મજ્યોતિનો અમે નિરંતર અનુભવ કરીએ છીએ. આમ કહેવાથી એવો આશય પણ જાણવો કે જે સમ્યગ્દષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. ૨૦.
ટીકા:- હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપે છે, જુદો નથી, તેથી જ્ઞાનને નિત્ય સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાની શિક્ષા કેમ આપવામાં આવે છે? તેનું સમાધાન: તે એમ નથી. જોકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્યસ્વરૂપ છે તોપણ એક ક્ષણમાત્ર પણ જ્ઞાનને સેવતો નથી, કારણ કે સ્વયંબુદ્ધત્વ (પોતે પોતાની મેળે જાણવું તે) અથવા બોધિતબુદ્ધત્વ (બીજાના જણાવવાથી જાણવું તે) -એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (કાં તો કાળલબ્ધિ આવે ત્યારે પોતે જ જાણી લે અથવા તો કોઈ ઉપદેશ દેનાર મળે ત્યારે જાણે-જેમ સૂતેલો પુરુષ કાં તો પોતે જ જાગે અથવા તો કોઈ જગાડે ત્યારે જાગે.) અહીં ફરી પૂછે છે કે જો એમ છે તો જાણવાના કારણ પહેલાં શું આત્મા અજ્ઞાની જ છે કેમ કે તેને સદાય અપ્રતિબદ્ધપણું છે? તેનો ઉત્તરઃ એ વાત એમ જ છે, તે અજ્ઞાની જ છે.
વળી ફરી પૂછે છે કે આ આત્મા કેટલા વખત સુધી (ક્યાં સુધી) અપ્રતિબદ્ધ છે તે કહો. તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે –
નોકર્મ-કર્મે “હું', હુંમાં વળી “કર્મ ને નોકર્મ છે', -એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com