________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ-અજીવ અધિકાર
૧૧૭
पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेश: तस्य शेषद्रव्यासाधा-रणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणाज्जीवपुद्गलयोर-विशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः।
संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोष:अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी। तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।। ६३ ।। एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी। णिव्वाणमुवगदो वि य जीवत्तं णोग्गलो पत्तो।।६४ ।।
પર્યાયો વડે) પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાભ્ય જાહેર કરે છે–વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદામ્ય જાહેર કરે છે, વિસ્તારે છે–એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુગલદ્રવ્યનું લક્ષણ છે-તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થ-જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાભ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાભ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્ગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.
હવે, માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાભ્ય છે' એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છે:
વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને, સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ ! સમલક્ષણે, ને મોક્ષ પ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને ! ૬૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com