Book Title: Samaysaarno Saar Author(s): Shobhnaben Kamdar Publisher: Neemaben Kamdar View full book textPage 5
________________ પૂર્વરંગ ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલા એવા સર્વ સિદ્ધોને નમસ્કાર. જીવદ્રવ્ય, આકાશાદિ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા. છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. નિશ્ચયથી સર્વ પદાર્થ પોતપોતાના સ્વભાવમાં સ્થિત રહ્યું જ શોભા પામે છે પરંતુ જીવ નામના પદાર્થની અનાદિ કાળથી પગલા કર્મ સાથે નિમિત્તરૂપ બંધ અવસ્થા છે. તે બંધાવસ્થાથી વિસંવાદ ખડો થાય છે. જ્ઞાનીને ચારિત્ર, જ્ઞાન, દર્શન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. નવ તત્વોમાં એક જીવને જ જાણવો એ ભૂતાર્થ છે. સત્યાર્થી છે. તેવી જ રીતે નય, નિક્ષેપ, પ્રમાણ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે. પ્રમાણ બે પ્રકારે છેઃ પરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાન છે. તે પાંચ પ્રકારનું છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળજ્ઞાન. તેમાં મતિ-શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિ અને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. નય બે પ્રકારે છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. નિક્ષેપ ચાર છેઃ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ સિદ્ધ અવસ્થામાં પ્રમાણ, નય, નિક્ષેપનો અભાવ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ આદિ પુદ્ગલ દ્રવ્યોમાં પોતાની કલ્પના કરવી તેને સંકલ્પ કહે છે અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલૂમ થવો તેને વિકલ્પ કહે છે. નિશ્ચયથી અબદ્ધ-અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ તે શુદ્ધ નય છે અને એ સમયસાર નો સારPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 73