Book Title: Samaysaarno Saar
Author(s): Shobhnaben Kamdar
Publisher: Neemaben Kamdar

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના मंगलं भगवानवीरो मंगलं गौतमो गणी । मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ।। શ્રી “સમયસાર' એક અલૌકિક ગ્રંથ છે. જ્ઞાની ભગવંતની આત્મ દશામાંથી આ અમૃત રસ ટપક્યો છે. અનંતકાળથી રઝળતા આ પામર જીવો ઉપર પરમ કરૂણા લાવી આ આત્મ સમૃધ્ધિનો રસથાળ “સમયસાર' પિરસ્યો છે. જે જીવ આત્મસન્મુખ થાય છે તેજ જીવ મોક્ષ સન્મુખ થઈ શકે છે તેની સચોટ સમજણ “સમયસાર' માં આપેલ છે. આત્માની યથાર્થ ઓળખ કરાવનાર એટલે સમયસાર. સમય કહેતા આત્મા અને સાર કહેતા નિચોડ – અર્ક. “સમયસાર' ની મૂળ રચના આત્મજ્ઞાની શ્રી કુંદકુંદાચાર્યે પ્રાકૃત ભાષામાં કરેલ છે. તે પછી કાળક્રમે તેનાં ઉપર ઘણા ઘણા વિદ્વાનજ્ઞાની પુરૂષોએ ટિકા-વિવેચનો કરેલ છે. આજે પણ આ ગ્રંથ જૈન જગતનું આકર્ષણ રહેલ છે. આજના આ ભાગંભાગના યુગમાં ઝંઝાળી જીવોને સમય ફાજલ પાડવો મુશ્કેલ છે. મોટા મોટા ગ્રંથો કે શાસ્ત્રો વાંચવાનો સમય કાઢી શકતા. નથી ત્યારે બહેન શ્રી શોભાનાબહેનનો આ સંક્ષિપ્ત સમયસાર લખવાનો પ્રયત્ન જમાનાને અનુરૂપ રહેલ છે. ઈચ્છુક વર્ગને થોડામાં ઘણું મળી જાય તેવું તેઓશ્રીનું સંકલન રહેલ છે. વિષયમાં કયાંય પણ ત્રુટી રાખ્યા વગર સંક્ષિપ્ત સારને ગ્રહણ કરેલ છે. તેઓશ્રીનો આ પ્રયત્ન અભિનંદનને પાત્ર છે. બહેનશ્રી શોભનાબહેને શ્રી સમયસાર' નો આધાર લઈને

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 73