Book Title: Samayak Rahasya Author(s): Chandanmal Nagori Publisher: Deshvirati Dharmsadhak Samaj View full book textPage 7
________________ બુહારીના શેઠ ઝવેરભાઈ પન્નાજીએ ઝગડીયા તીથે એકત્ર થઈ આ છોડ વાવ્યા જેને આજે પા સદી થવા આવી છે. તેમાં જુદા જુદા સ્થળે ધર્મશ્રદ્ધાળુ મુરબ્બીઓના અધ્યક્ષપણું નીચે નવ અધિવેશને ભરાયા છે અને તેમણે અનેક શુભ સૂચનાઓ અને સલાહ આપી દેરવણી આપી છે. તે નવ સ્થળમાં ઝઘડીયા તીર્થ, પાનસર તીર્થ, ભેય તીર્થ, અમદાવાદ જૈન નગરી, જામનગર જેવું છેટું શ્રી સિદ્ધાચલ ક્ષેત્ર, ઉજ્જૈન જેવું અવંતિ પાશ્વનાથજી તીર્થ, પરાંસલી તીર્થ, સુરત અને કપડવંજ મુકામે આ અધિવેશને ભરાયા છે. આ અધિવેશનના પ્રમુખપદે-સંઘપતિ શેઠ નગીનદાસ કરમચંદ, સંઘપતિ શેઠ પોપટલાલ ધારસીભાઈ (બે વખત), અજીમગંજવાળા બાબુ શ્રી. રાજાસાહેબ વિજયસિંહજી દુધેલીયા અને બાબુ શ્રી. સુરપતસિંહજી દુગડ વાડીવાળા, શેઠ જેસંગભાઈ હઠીસંગવાળા શેઠ પન્નાલાલ ઉમાભાઈ સુરત નિવાસી ન્યાયમૃતિ શેઠ સુરચંદભાઈ પુરુષોત્તમ બદામી. બી. એ. પાંચકુવા કાપડ મારકેટના પ્રમુખ શેઠ પુંજાભાઈ દીપચંદ અને રાધનપુરનિવાસી રાવસાહેબ શેઠજી કાંતિલાલ ઈશ્વરલાલ જે. પી. એ શેાભાવ્યા છે. અંતમાં આ પુસ્તક જે બાલજીવને માર્ગદર્શક થઈ શાસ્ત્ર પ્રસિદ્ધ પુણિયા શ્રાવક જેમણે માત્ર સામાયક વ્રત કરીને જ સગતિ પ્રાપ્ત કરવાનું જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે તેમ બધા જ પ્રાપ્ત કરે. આ પુસ્તકોને લાભ સારી રીતે લેવાતા બાર વ્રત વિગેરે પરના પુસ્તકે પ્રસિદ્ધ કરવા ધારીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48