________________
૨૨.
સામાયક રહસ્ય
છઠ્ઠી અનવદ્ય સામાયકમાં પાપ રહિત આચરણ સાવઘ કાર્યને ત્યાગ અને કર્મબંધના કામેથી અલગ રહેવાનો પ્રયત્ન. તે ઉપર ધર્મરૂચી અણગાનું દષ્ટાન્ત જાણવા જેવું છે.
સાતમી પરિજ્ઞા સામાયક અર્થાત્ તત્ત્વની વાતને જાણવી અને કઈ પણ કામ કરતાં સંસારની અસારતાને સમજી તત્વની વિચારણામાં લક્ષ્ય આપી પોતાના કાર્યની સિદ્ધિ મેળવવી તે ઉપર ઈલાયચી પુત્રનું દષ્ટાન્ત બતાવવામાં આવ્યું છે.
આઠમી પ્રત્યાખ્યાન સામાયક. એને ભાવ તો વધુ લાંબો છે. આત્માની અનુપયેગી પ્રવૃત્તિને વશમાં રાખવી અને દ્રવ્ય પદાર્થમાં અચ્છ રાખી નિયમમાં આવવું તે ઉપર તેટલીપુત્ર પ્રધાન, અને પિટીલાના દષ્ટાંત બતાવવામાં આવ્યા છે.
ઉપર પ્રમાણે આઠ પ્રકારની સામાયકના નામ બતાવ્યા પણ આઠ પ્રકારની સામાયક લેવાની પધ્ધતિ અને પચ્ચખાણ એક જ પ્રકારના બતાવ્યા છે. જેન ધર્મમાં સામાયક ક્રિયા સારરૂપ છે તેમાં મુખ્યતયા સામાયક લઈ નિયમમાં આવવું અને સંયમમાં રહેવું એ બે બાબત કાબૂમાં આવી જાય તે પછી વધુ પરિશ્રમ કરવાની જરૂર નહી રહે. સંસારથી પાર પામ હોય તે વિષય અને સંયમને સંપૂર્ણ પાલતાં શીખી લેવું જોઈએ. નિયમ સંયમ અર્થાત્ સામાયક તે એક ભાઈ પણીયા શ્રાવકની હતી કે એક સામાયકની કીંમત તે મોટી વાત છે પણ દલાલી માત્ર આપવા શ્રેણિક મહારાજ જેવા સમર્થ ન થયા. તે ઉપરથી સમજી શકાય છે કે એની મહત્વતા ક્યાં સુધી પહોંચેલી છે ભાઈ પુણીઆને સામાયિક લેવાની વિધિ અને પચ્ચખાણ એ કંઈ જુદી પ્રકારનાં ન હતા. જે વિધિ અને સામાયકનું પચ્ચખાણ વર્તમાન સમયમાં ચાલે છે તે જ તે સમયમાં હતા અને એમાં અંતર ન હોય તે આપણી સામાયકનું મૂલ્ય પણ તેજ પ્રમાણે અંકાવું જોઈએ. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com