________________
૨૮
સામાયક રહસ્ય તેથી તે આશ્રી જ સમ્બન્ધ હોય છે પરંતુ સમજવા ખાતર વિચાર કરીએ તે સામાયકનાં સમયને, પોતાના વ્યવસાયને વ્યાજ ભાડું આદિ આવશે તે માટે પણ અતિચારથી બચી શકાય. કારણ સર્વથાના પચ્ચકખાણ ત્રણ વેગે વર્તમાન કાલ આશ્રી લેવાયા છે. અને તે અપેક્ષાએ ભૂતકાળના વ્યવસાયનો સમાવેશ એમાં થઈ શકે નહી, છતાં ભૂતકાળમાં કરેલા કે થયેલા કામને કઈ પણ એ પ્રકારે અતિચાર ન આવે તે હેતુએ ત્રીજા કરણને લીધું ન હોય
અને એ પણ સ્પષ્ટ છે કે વર્તમાન કાલમાં ભવિષ્યકાલને સમાવેશ થતું રહે છે પણ ભૂતકાળને થતું નથી. તેથી જ આલેયણ ભૂતકાળમાં થયેલા કામેની લેવાય છે, વર્તમાનની ઘણા અને ભવિષ્યકાલ માટે પ્રતિજ્ઞા એમ ધારણું છે.
ભૂતકાલનાં પાપની આયણું તસ્સ ભતે પડિક્કમામિને અર્થ થાય છે કે પાપનાં કામોથી પાછલ હટવું. પાપના કામે પાછા કરતા જવું. અને જે કામે પાપમય થઈ ગયા છે તે માટે શુદ્ધ મનથી આલેયણા લેવી. કેમકે આલેયણ તે થઈ ગયેલા કામેની લેવાય છે. હવે વિચારવાનું કે આપણે સામાયક લઈને એ પ્રમાણે વિચારે કેટલી વખત કર્યા છે? નકારમાં ઉત્તર આપશે તે સમજી લેજો કે પડિક્તમામ નામની પ્રથમ પ્રતિજ્ઞાન ભંગ થયે છે કે નહી ?
ભૂતકાળનાં પાપની નિંદા બીજી પ્રતિજ્ઞા સામાયકનાં પચ્ચખાણમાં નિંદામિ કહીને કરવામાં આવી છે. તેમાં કહેવાય છે કે આત્મસાક્ષીએ કરેલા, સેવેલા દુરાચરણની નિંદા કરવી છે. જે જે ખેટાં કામ ન કરવા જેવા કર્તવ્યો, ન સેવાય તેવા આચરણે, ન બોલાય તેવા વચને જે જે કર્યા હોય, કહ્યા હોય તે પિતાના આત્માથી તે છાના નથી. તે એક પછી એક યાદ કરીને તે પ્રતિ પશ્ચાત્તાપ કરવામાં આવશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com