________________
સામાય રહયા સંલેખણા, સંથારો આદિ કરવાની જરૂર હોય છે. અને ઘણાં ઘણાં પ્રયત્નો કરવા પડે છે ત્યારે એ પ્રકારના કર્મો ક્ષય થાય છે.
થે નિકાચિત કર્મ જે નિતની જેમ બંધાઈ જાય છે. તેમાં અત્યંત રસ પડી જાય. અંતર પ્રેમ, ઉમંગ, વિષયવાસનાની તીવ્રતા, તેમાં ઓતપ્રેત તલ્લીનતા, એકરંગ, અતિ ઉત્સાહથી ત્રણે ભેગ, ત્રણે કરણથી એકનિષ્ઠાએ એકાન્ત આનંદ માનતા બંધ પડી જાય છે તેજ નિકાચિત કહેવાય અને તેમાં તીવ્રાતિતીવ્ર રાગ થઈ જવાથી રસ પડી જાય છે, તે પછી પણ જેમ જેમ વિચારણા થતી જાય રસ ચીક થતું જાય તેને ચીકણા કમ પણ કહે છે. એવા કર્મો જે આત્માએ બાંધ્યા હોય તે તેને ભેગવ્યા વગર છૂટકારો ન થાય. અને તે કાપતાં પણ ઉગ્ર તપ, ઉગ્ર વિહાર, સંલેષણ, સંથારા આદિ કરતાં કરતાં ઘણાં ભવભ્રમણ પછી અત્યન્ત તપ જપ ભાવના સંયમ સંલેષણ સાથે ભેગવતાં જોગવતાં છુટી શકશે.
એ પ્રમાણે ચાર પ્રકારનાં કર્મો બંધાય તેના ઉપર ઘણાં દષ્ટાંતે મળી શકશે. જિજ્ઞાસુએ મુનિમહારાજશ્રી જાણી લેવા.
કર્મબંધનની વિગત બતાવ્યા પછી સમજી લેવું કે આઠ પ્રકારની સામાયકમાંથી કઈ નંબરની સામાયક કરવાથી ઉપાર્જન કર્મ કપાશે અને બંધન કઈ પ્રકાર છે તે જાણવાની પણ ગવેષણ કરવી તે એ વિષયને માર્ગ સ્પષ્ટ દેખાઈ આવશે.
શું નિર્ણય પર આવ્યા? આવ્યા શું ? શુદ્ધ સામાયક થાય તે કરવી, નહી થાય તે બેસી રહેવું. ભલા માણસ તમે તે હદ વટાવી ગયા. સામાયક જેવી વસ્તુ છેડી શકાય? વિશેષાવશ્યક સૂત્રમાં શ્રત સામાયકની વ્યાખ્યા કરતાં શ્રીમાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com