Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 41
________________ સામાયક રહસ્ય - - - - પુણિયા શ્રાવકની કથા એક દિવસે ભાઈ પૂણિયાજી સામાયક લઈને ઉપાશ્રયમાં બેઠા હતા. એમની સામાયક શુદ્ધ આચરણવાળી, શુષ પરિણુતિ, તત્ત્વચિંતવનવાલી આત્મહિત માટે જ થતી હતી. ભાઈ પુણિયાને સ્વભાવ ચેન કેન પ્રકારેણ સામાયીક પૂરી કરવાનાં ધ્યેયવાળા ન હતા. જેવી રીતે સામ્પતકાલમાં પુરસદે કે વ્યાખ્યાને, બપેરે કે ઘરકાર્યથી પરવારીને કે નવરા પડીએ ત્યારે કે લેસનપાઠ યાદ કરવા અને છેવટે વાતેના તડાકા ઉડાવવા, રેતની ઘડી હલાવતાં કે દીવાલ ઘડીની મિનિટ ગણતાં સમય પૂરે કરી સામાયકને લાભ લેવાય છે, તે ગતિએ ભાઈ પુણિયાની ક્રિયા ન હતી. એને તે દરરોજ આત્મચિંતવન માટે નવું મલતું હતું. ખપી જીવ હોય, ભવભ્રમણથી ડરતા હોય તેમને માટે આત્મગુણ ચિંતવન મુખ્ય હોય છે. પુણિયાજીની સામાયક તેથી જ વખણાઈ છે. મનગ તે તેમને કાબૂમાં હતું તેથી આત્માને જે બાજુ લઈ જવો હોય તે બાજુ લઈ જઈ શકતા હતા. આત્માને જે બાજુ લય લાગી જાય છે તે પછી તેમાં ફૂષણ જેવાને અવકાશ રહેતા નથી. દૂષણ જેવાની પ્રકૃતિવાળામાં દુષણ ભરેલા હોય છે. પુણયા તે શુદ્ધ-સ્વભાવી એમની સામાયક તે ઉત્તરોતર ચઢતી કલાએ થાય, પરંતુ આજની સામાયકમાં આનન્દ આવતે નથી, શુદ્ધ વિચારણા ટકતી નથી. પરિણતિ દૂષણવાલી અનુભવમાં આવી છતાં સામાયકનો સમય પૂરો થયો. સામાયક ખાલી પારી ઘેર આવ્યા પણ શાંતિ નથી આવતી. પોતાની ભાર્યાએ હમેશનાં નિયમ પ્રમાણે સત્કાર કર્યો પણ પુણીયાનાં મુખ ઉપર ઉદાસી દેખાઈ સ્વાભાવિક પૂછયું. આપણે ઉદાસી સાથે સમ્બન્ધ નથી, આપણે આ વ્યવસાય નથી, ચિંતા જેવી કેઈ ઉપાધિ નથી છતાં અશાતાનું કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48