________________
સામાયક રહસ્ય
અર્થાત્ મન વચન કાયાથી અને બે કરણથી સાવઘ કાર્ય નહી કરું, બીજાની પાસે પણ કરાવીશ નહી અને હે ભગવન! પૂર્વમાં કરેલા પાપથી નિવૃત થઈને તેઓની નિંદા કરશું અને તેવાથી ઘણા કરી મારી આત્માને તેઓથી બચાવીશ.
હવે રહી વાત સામાયકના કાલની. તે માટે શાસ્ત્રમાં તો બે ઘડી અર્થાત્ અડતાલીસ મિનિટની મર્યાદા બતાવવામાં આવી છે પરંતુ કરેમિ ભંતેમાં તો સમયને નિર્દેશ નથી અને તે માટે માની લઈએ કે પરમ્પરાથી ચાલતી મર્યાદા પ્રમાણે બે ઘડી જ માન્ય રાખવી પણ સામાયકના પચ્ચખાણમાં ચકખું બતાવવામાં આવ્યું છે કે જાવ નિયમ અર્થાત જ્યાં સુધી મારે નિયમ છે ત્યાં સુધી સામાયક છે. તેને ભાવાર્થ એ નીકલી શકે કે દશ વીશ મિનિટ જ્યાં સુધી ઈચ્છા થાય, નિયમમાં રહ્યા અને તે પછી છૂટા થઈ શકીએ તો પછી બે ઘડીની વાતજ કયાં રહી? જ્યારે મૂલ પચ્ચખાણમાં એ વાતને નિર્ણય નથી અને સામાયકનાં સમયને પણ ઉલ્લેખ નથી તો સિદ્ધ થાય છે કે જ્યાં સુધી શુધ્ધ સામાયક થાય ત્યાંસુધી આરાધક અને પાપાચરણને કેઈ સમ્બન્ધ આવી જાય તો તરત સામાયીકથી નિવૃત થઈએ તો શું હરકત છે? કારણ કરેમિ
તે પચ્ચખાણ છે એ તો પ્રસિદ્ધ વાત છે અને દશ પ્રકારનાં પચ્ચખાણ બતાવ્યા છે તેમાં સમયને નિર્દેશ છે અને સામાચકના પચ્ચખાણમાં સમયને નિર્દેશ ન હોવાથી તે ઘડીની મર્યાદા કઈ રીતે માની શકાય?
વાત બધી અર્થસંગત છે પણ એ બાબતને વધુ સ્પષ્ટ સમજી લેવી જોઈએ. દશ પ્રકારના પચ્ચખાણમાં કારસી, પિરિસિ, પુરિમઠ્ઠ, એકાસણું, એકલઠાણું, આયંબિલ, અભચરિમ, અભિગ્રહ અને વિગય એ દશ પ્રકારનાં પચ્ચખાણ છે તેમાંથી જે કાલિક પચ્ચખાણ છે તેમાં સમયને નિર્દેશ કરવામાં આવ્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com