________________
સામાયક રહસ્ય
બતાવી સીધે સરલ માર્ગ સમજાવ્યું છે. આખા દિવસમાં પિણે કલાક એ માર્ગમાં રહેશે તે દેશના રાજાની જગ્યા ઘડીક માટે નિમાયેલા રાજાની જેમ બુદ્ધિમાન હશે તે દરિદ્રતા ચાલી જશે અને અભ્યાસ વધારતાં ઉત્તરોત્તર ગુણઠાણે ચઢતાં રહેશો. તે પછી ભગવન્તની અવસ્થા સુધી પહોંચતાં શું વાર લાગશે?
આપણને જેટલું સમજાવ્યું અને બતાવ્યું તેમાં આપણે ભૂલથાપ ખાતા ગયા. એક સમય આવે હતું કે એ સામાયક વ્રતની મહિમા બહુ ચઢેલી હતી. દાખલા તરીકે ભાઈ પુણીયાની વાત યાદ કરે. શાસ્ત્રો શ્રવણ કરતાં સાંભલી હશે. ભાઈ પુણીયાજી દરરોજ સામાયિક કરનારાં. તેમની એક સામાયકની કીમત કેવળીના મુખે ન કહેવાણી ત્યારે તેમની સામાયિકમાં કેટલી શુદ્ધિ અને પવિત્રતા સમાયેલી હશે. ભાઈ પુણીયાનો આત્મવિશ્વાસ ધ્યેયપરિણતિ કેટલા દરજજે વધેલા હશે તેનું અનુમાન આપણે કરી શકતા નથી. એ તે આપણે જાણીએ છીએ કે શ્રાવકના બાર વ્રતમાં નવમે પદે સામાયક વ્રત આવે છે. તે માટે અર્થાત્ સામાયક કરવા માટે કઈ સમય નિર્ણિત નથી. ગમે ત્યારે જે વખતે વિદ્યાસ થાય, ભાવના વધે તે સમયે દિવસે કે રાત્રે કઈ પણ સમયે કરી શકાય છે. શ્રાવકના બીજા વતેમાં સમયને નિર્દેશ હોય છે. નકારસી, પારસી, પુરિમદ્ર, અવઠ્ઠ, ઉપવાસ આદિ અને જિનપૂજા પ્રતિક્રમણ પૌષધને માટે કાલમર્યાદા બતાવવામાં આવી છે. પરંતુ સામાયિક તે જ્યારે ભાવના જાગ્રત થાય તે સમયે કરી શકાય છે. ભગવત પરમાત્માએ સામાયક રત્ન તે એવા પ્રકારનું બતાવ્યું છે કે જેના અંગીકારથી હૃદયમાં રહેલા તમતિમિરમાં પણ પ્રકાશ થઈ જાય છે. અન્ય જેટલી પ્રકારના પચ્ચખાણ છે તેમાં ત્યાગ અને મૂર્છાને ભાવ બતાવવામાં આવ્યું છે, અને સામાયિકના પચ્ચખાણમાં તે સાવધયેગને ત્યાગ બતાવવામાં આવ્યો છે, અને પડિક્કમામિ, નિંદામિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com