________________
સામાયક રહસય
ત્યાં તેવું કહી શકાય. એ શબ્દો અને તેની વ્યાખ્યા વધારે જેવા ઈચછા હોય તે આવશ્યક સૂત્રની નિક્તિમાં ગાથા ૧૦૩૩ થી જાણી લેવું, અને એ જ સૂત્રની ગાથા ૧૦૩૨ દ્વારા એ બતાવ્યું છે કે રાગ દ્વેષને ત્યાગ કરી સમભાવે મધ્યસ્થતાપૂર્વક રહેવું, વર્તવું અને આત્મવત્ સર્વભૂતેષ તરીકે જોવાનું નામ પણ સામાયિક છે માટે સામાયિક ઉપર પ્રેમ થતાં, તેને આદરતાં કરતાં અને તથારૂપે સમજતાં સમક્તિની શુદ્ધિ થાય છે.
સમજી શક્યા હશો કે પડિક્રમામિ, નિંદામિ, ગરિહામિથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અપાણે વસરામિથી ચારિત્ર નિર્મલ થાય છે, ચારિત્ર નિર્મલ થવાથી પ્રકૃતિ, આચાર-વિચાર, વર્તન સુધરે છે અને વારંવાર કરવાથી ઉમંગપૂર્વક ઉત્સાહ સાથે કરવાથી વર્ષોલ્લાસ હોય છે. અને સાથે તપની આરાધના પણ સ્વાભાવિક થઈ જાય છે,
સામાયક કરવાની પ્રથા જે વર્તમાન કાલમાં ચાલુ છે તે વન્દનીય અને આદરણીય છે પરંતુ બહુ સુધારણા માગે છે. વર્તમાન કાલનાં ઉપાસકેએ સામાયક જેવા અમૂલ્ય રત્નની કીમત જાણવા માટે બુદ્ધિચાતુર્યતાનો ઉપયોગ કરવામાં બેદરકારી સેવી છે. યેન કેન પ્રકારેણ સામાયક સામાયિક કરી લેવાનું એક જ ઇંચેય રાખ્યું–પરિણામે જેટલું કાર્ય કરવામાં લક્ષ્ય અપાય છે તેના પ્રમાણમાં તેની સિદ્ધિ તરફ અપાતું નથી. એ કારણથી જ સામાયક કરનારાઓ સામાયક ઉચ્ચરી, માલા ફેરવી કે પુસ્તકનું વાંચન કરી અથવા ધર્મચર્ચા કે વ્યાખ્યાન સાંભલી સામાયકને સમય પૂરો કરે છે. ઘણા ભાઈઓ બાઈએ વાતના સપાટા કે ઘડીના મિનીટે ગણવામાં કે ખરતી રેતી જોવામાં વારંવાર ઉપવેગ આપતા રહે છે. એ પ્રકારની ક્રિયાઓ પણ સંવર ઉત્પન્ન કરે છે પણ આમજાગૃતિ માટે ચિંતવના કરવાને અવકાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com