________________
સામાયક રહસ્ય ડી મંદતાના કારણે મોહાદિકનોકિંચિત પશમ હોવાથી માનવી ધર્મમાર્ગમાં આવી જાય છે. તેને સ્વાભાવિક પ્રેમ થયા કરે છે તેવા એને માર્ગનુસરી આત્મા કહેવામાં આવ્યા છે. જેને અવન રાત્રીની ઉપમા આપવામાં આવી છે.
ત્રીજા પ્રકારે સઘન દિવસ જેવા બતાવ્યા કે સૂર્યને ઉદય હોવા છતાં વાદલાઓનાં આછાદિત થવાથી દેખાવમાં ફરક પડી જાય છે પણ રાત્રિના સમયથી કે સઘન-ઘનરાત્રિથી તે રાત્રિની અપેક્ષા વસ્તુ ઘણી સ્પષ્ટ દેખાય છે. તદનુસાર મિથ્યાત્વના ક્ષપશમના કારણે આત્મા સમ્યગૃષ્ટિ થઈ જાય છે અને તે પ્રયત્નશીલ થતાં અનુક્રમે ચોથા ગુણઠાણથી અર્થાત્ શ્રાવકના સ્થાનથી વધતે વધતે અનુક્રમે બારમા ગુણઠાણ સુધી જઈ શકે છે.
ચેથા પ્રકારે અવન દિવસ સમાન બતાવતાં કહ્યું છે કે વાદલા રહિત આકાશ હોય અને સૂર્ય પૂર્ણ પ્રકાશમાન હેય. નિર્મલતા દેખાતી હોય. જરહિત દેખાવ હોય, આવા સમયે વસ્તુ સપૂર્ણ દેખાય છે અને આવી અવસ્થાએ તે આઠ કમને ક્ષય કરવામાં પરિશ્રમ સેવનારા કેવલજ્ઞાની ભગવન્ત હોય છે જેઓ પૂર્ણ પ્રકાશી કહેવાય છે.
એ પ્રમાણે ચાર પ્રકારનાં આત્માઓમાંથી જે પ્રથમ પ્રકારનાં પગથિયા ઉપર ઉભા રહેશે તે તેવાઓને વીતરાગ ભગવતનાં બતાવેલા માર્ગ પર પ્રેમ કઈ રીતે આવી શકે? જ્યાં ભવાભિનંદીનું જ ચાલતું હોય તેવા જીવો કઈ રીતે સુધરી શકે? સુધરનારાઓ તેજ હોય કે જેઓ પુદગલાનંદી ચેથા-પાંચમા ગુણઠાણે આવી ગયા હોય. અથવા આત્માનંદી કે જેઓ-છકે સાતમે ગુણઠાણે આવી ગયા હોય. પણ પ્રથમ પગથિયે ઉભા રહેનારા ભવાભિનંદીને તે ધર્મ ઉપર પ્રેમ થે દુષ્કર છે, માટે . ભવભીરૂ આત્માઓએ તે પોતાના કલ્યાણાર્થે આત્મગુણ --આત્મસાધન જાણી લક્ષ આપવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com