Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 16
________________ સામાયક રહસ્ય - સમતાભાવને છોડ્યો નથી અને કેવલજ્ઞાન પામ્યા. તેઓની કથા વિસ્તારથી જ્ઞાતાસૂત્રમાં મળી શકશે. આવા ઘણાં ઉદાહરણ મળી શકે છે પણ આપણે તો ખાસ એ જોવાનું છે કે આવી સામાયકમાં જીવલેણ પરિષહ આવવા છતાં જે આત્માઓ અડગ રહી આત્મકલ્યાણ કરી ગયા છે તેઓની સ્થિરતા જાણે આપણે અનુમોદન કરવાનું અને પ્રથમ પ્રકારની સામાય જે શ્રી ભગવન્ત પરમાત્માએ ગ્રહણ કરી હતી તેમને અનુસરી પાછલથી અનુયાયીઓએ તેમનાં કથનને માન આપી સર્વવિરતિ સામાયક લીધું તેમાંથી ઉપર બતાવેલ મહાત્માઓ કેટલે દરજજે જીવલેણ ઉપસર્ગો આવ્યા છે અને તે ઉપસર્ગોને ભેગવતાં કેટલા સ્થિર ભાવે રહ્યા છે એજ તત્વ આપણે જાણવા જેવું અને અંગીકાર કરવા જેવું છે. આવી રીતે સર્વવિરતિ સામાયકની કથા નહી, વિગત નહી, વિવેચન નહી પણ સામાન્ય જાણકારી માટે બે અક્ષર લખાય છે. દેશવિરતિ સામાયક બીજા ભેદે દેશવિરતિ સામાયકમાં શ્રાવકને નંબર આવે છે. આમાં પણ સર્વવિરતિ સામાયકમાં આવતી કરડી કસોટી થતી રહે તે આપણી શું દશા થાય ? સામાન્ય ચોવીસ કલાકમાં પણે કલાક લગભગ સામાયકમાં બેસવાનું હોય છે તેમાં પણ આલસ્ય, નિદ્રા અને બીજા અંતરા આવી જાય છે. અને તેમાં પણ ચોવીસ કલાકમાં પિણે કલાક જેટલી પુરસદ સામાયક કરવા માટે ન મલતી હેય-કદાચ એવા માણસો માટે સર્વવિરતિ સામાયકમાં થાય છે. તેવી કસો મુકાય અને પરિષદના તાપમાં તપાવાય તે સામાયક શબ્દ ઉચ્ચાર કરતાં પણ ભય લાગ્યા વગર નહીં રહે. ભગવન્ત પરમાત્મા આપણા સ્વભાવ, આપણી દશા જાણતા હતા. આપણે ઉદ્ધાર થાય એ ભાવના પણ તીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48