Book Title: Samayak Rahasya
Author(s): Chandanmal Nagori
Publisher: Deshvirati Dharmsadhak Samaj

View full book text
Previous | Next

Page 14
________________ સામાયક રહેશ્ય રંગ બતાવ પડશે. આવા પાઠે દીક્ષા અર્થાત્ સર્વવિરતિ સામાયક ગ્રહણ કરવા પહેલાં જાણતા હોય છે અને તે પ્રમાણે જ પાલનારા સંસારથી પાર પામી જાય છે. ત્યારે જ તે ખેરના અંગારા માથા ઉપર મૂકતાં પણ ધૈર્યવાન રહ્યા હતા એવા મુનિરાજશ્રી ગજસુકુમાલજીની કથા તે સાંભળી હશે. અરે એ શ્રીકૃષ્ણ મહારાજના નાનાભાઈ હતા–સર્વવિરતિ સામાયક લીધા પછી શમશાન ભૂમિમાં કાઉસગ ધ્યાને ઊભા હતા ત્યારે પૂર્વ કર્મના સંગે પિતાનાં સસરા દ્વારા માથા ઉપર માટીની પાલ બંધાઈ, ખેરના ઝગઝગતા અંગારા મુકાયા છતાં ધ્યાનથી ચલિત ન થતાં અંતકૃત કેવલી થયા. તેની કથા વિશેષ પ્રકારે અંતગડદશાસૂત્રના નવમા અધ્યયનમાં મળી શકશે. ચિલાતી પુત્રે તે હદ વટાવી દીધી હતી. પિતે ચોરપલ્લીના નાયક હતા તે સમયે પિતાની વિષયવાસના પૂરી કરવા સુસમાં નામની કન્યાને ધાડ નાખી લઈ ગયા હતા. લઈ જતાં લેકે પાછળ દેડતાં માર્ગમાં જઈ પુગ્યા ત્યારે પોતાના સ્વાર્થને ભંગ થતે જાણી સુસમાનું માથું કાપી લેહી ખરડાયેલા હાથે ગાઢ જંગલમાં જઈ ચઢયા. ત્યાં એક મુનિરાજને ધ્યાનસ્થ ઊભા જોઈ ક્રોધિત સ્વભાવે કહ્યું કે મને ધર્મ બતાવ. મુનિએ કાઉસગ્ગ પારી, વિકરાળ રૂપ જોઈ આકાશમાગે ઊડી જતાં કહ્યું કે (૧) ઉપશમ (૨) સંવર (૩) વિવેક બેલતાં વિદાય થયાં. ચિલાતી સાંભળીને મુનિ ઊભા હતા તેજ સ્થાને સ્થિર થઈ વિચાર કરે છે પણ ભાવાર્થ સમજાતું નથી. આખરે એક લય લાગી. ઉપશમ, સંવર, વિવેક સમજાયા અને ખરડાયેલા હાથે અઢી રાત્રિ દિવસ ત્યાં યાનસ્થ ઊભા રહ્યા. લેહીની ગંધથી કીડીઓ લાગી, શરીરે છિદ્ર પડ્યા છતાં ધ્યાનને ન છેડતાં અડગપણે ઊભા રહ્યા. ભાવના વધતી ગઈ અને આયુષ્ય પૂર્ણ થયે દેવકનાં સુખ પામ્યા. તેઓની સંપૂર્ણ કથા જ્ઞાતાસૂત્રના અઢારમા અધ્યયનમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48