________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ 00.
બીજા દિવસે વહેલી સવારે ધનકુમારે મહેશ્વરદત્તની અનુમતિ લીધી અને સુશર્મનગર, તરફ પ્રયાણ કર્યું. મહેશ્વરદત્ત માર્ગ બતાવવા માટે એક યોજન સુધી સાથે ચાલ્યો. તેણે કહ્યું :
કુમાર, પહેલા શ્રાવસ્તી નગરી આવશે. ત્યાં એક-બે દિવસ રોકાઈને પછી આગળ વધજો, અને પુનઃ આ પ્રદેશમાં આવો તો આ તપોવનમાં અવશ્ય આવજો.'
મહેશ્વરદત્તને પાછો વાળીને, ધનકુમાર આગળ ચાલ્યો. પેલી “ત્રલોક્યમારા' નામની રત્નમાળા એણે કાળજીપૂર્વક વસ્ત્રમાં સંતાડી રાખી હતી. તે વિચારવા લાગ્યો : “જો શ્રાવસ્તીમાં સારો વેપાર ચાલતો હશે તો ત્યાં હું આ રત્નમાળાને વેચીને, સોનામહોરો લઈ લઈશ. તેનાથી વેપાર કરીશ. પુનઃ પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરીને પછી જ સુશર્મનગર જઈશ. જોકે એ પહેલાં હું ત્યાંનો બધો વૃત્તાંત જાણી લઈશ. ધનશ્રીએ શું કર્યું? નંદક ઘરે પહોંચ્યો છે કે નહીં? મારાં માતા-પિતાએ શું કર્યું? મારા સમાચાર એમને મળ્યા છે કે નહીં? મળ્યા છે, તો તે સાચા કે ખોટા? આ બધી વાતોની તપાસ કરાવીશ.”
મધ્યાહ્ન સમયે એ એક નાના ગામના પાદરે પહોંચ્યો. ગામની બહાર એક-બે ઝૂંપડાં હતાં. બાજુમાં વડનાં, પીંપળનાં અને લીમડાનાં વૃક્ષો હતાં. કુમારે ઝૂંપડાં પાસે જઈને પાણી માગ્યું. એક વૃદ્ધાએ બહાર આવીને કુમારને પાણી પાયું, ને પૂછયું : “યાત્રિક, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો?” યોગીશ્વરના તપોવનથી આવું છું... ને શ્રાવસ્તી જાઉં છું...”
ઓહો... તમે યોગીશ્વરના તપોવનમાંથી આવો છો? યોગીશ્વરનાં દર્શન કરવા ગયા હશો? વત્સ, ત્યાં તમે નવા યોગીને મળ્યા હશો? બહુ મોટા પ્રભાવશાળી યોગી છે.' “હા માતા, એમને મળ્યો હતો ને એમની પાસે જ રહ્યો હતો.”
સારું કર્યું વત્સ, હવે ભોજનવેળા થઈ ગઈ છે, માટે ભોજન કર, પછી આ વૃક્ષોની છાયામાં ખાટલો ઢાળીને વિશ્રામ કર. નમતા પહોરે આગળ વધજે.'
ધનકુમારે ભોજન કર્યું. વિશ્રામ કર્યો... અને ચોથા પ્રહરના પ્રારંભે શ્રાવસ્તી તરફ પ્રયાણ કર્યું. વૃદ્ધાએ કહ્યું : “વત્સ, હવે જંગલ આવશે. રાત્રિના પ્રથમ પ્રહર સુધી જ ચાલજે. પછી એક શિવમંદિર આવશે. રાતવાસો શિવમંદિરમાં કરજે. પ્રભાતે અજવાળું થયા પછી આગળ વધજે. જંગલી પશુઓનો ભય છે એ જંગલમાં, લે, આ બે ચકમકના પથ્થર, કોઈ પશુ નજીક આવે તો આ પથ્થર ઘસજે. આગ પ્રગટશે... પશું ભાગી જશે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
પpપ
For Private And Personal Use Only