Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 506
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરથી દૂર એક જંગલમાં એને છોડી દેવામાં આવી. સૈનિકો પાછા ચાલ્યા ગયા. લક્ષ્મી ઊભી થવા શક્તિમાન ન હતી. તે ઢસડાતી ઢસડાતી પાસેના ઝરણા પાસે ગઈ... તે ઝરણામાં પડી. એક ઘટિકા સુધી એ ઝરણામાં પડી રહી.. એના શરીરમાંથી લોહી નીકળતું બંધ થયું. ધીરે હાથે શરીર સાફ કર્યું. તે ઝરણામાંથી બહાર નીકળી તે પરિતાપ કરવા લાગી. “મારું જે થવાનું હોય તે થાય.. મને એનું દુઃખ નથી, પરંતુ મારો શત્રુ જીવતો રહી ગયો. મર્યો નહીં. એ વાતનું મને ઘોર દુ:ખ છે... હવે એને હું મારી શકીશ નહીં... શું કરું? બે હાથ ચોળવા લાગી. ચારે બાજુ જોવા લાગી. ઊભી થવા ગઈ, પરંતુ પગમાં પીડા થવા લાગી. તે પડી રહી ઝરણાના કિનારે, રાત પણ ત્યાં જ પસાર કરી. સવારે તે માંડ માંડ ઊભી થઈ. ધીરે ધીરે જંગલમાં તે ચાલવા લાગી. ઘોર ભયંકર જંગલમાં એકલી-અટૂલી તે ચાલી રહી હતી.. એક ટેકરી ઉપર વિશાળકાય સિંહ ઊભો હતો. ભૂખ્યો થયો હતો. તેણે લક્ષ્મીને જોઈ... સિંહે ગર્જના કરી. લક્ષ્મી ભયભીત બની ધ્રુજવા લાગી. તેણે સિંહને છલાંગો મારતો આવતો જોયો... એ દોડી.. પણ પગમાં વેલ ગૂંચવાઈ ગઈ ને પડી જમીન પર... સિંહે એના પર તરાપ મારી.. લક્ષ્મી મૃત્યુ પામી. સિંહનું ભક્ષ્ય બની ગઈ. મરીને તેનો આત્મા “ધૂમપ્રભા' નામના પાંચમા નરકમાં ચાલ્યો ગયો. ૦ ૦ ૦ ધરણમુનિ એકાકી વિચરતાં રહ્યાં. વીર બનીને, ધીર બનીને ઉપસર્ગો-પરીષહોને સહતાં રહ્યાં. સ્મશાનો અને શૂન્યગૃહોમાં રાતો વિતાવતાં રહ્યાં. રાતભર ધ્યાનસ્થ અવસ્થામાં રહેતાં હતાં. જીવનનો અંતકાળ આવી ગયો. તેમણે શરીરની સંખના કરી, દેહાશક્તિ તોડી નાખી, કષાયોની સંખના કરી, મનને સ્વચ્છ-નિર્મળ બનાવી દીધું. તે પછી તેઓએ એક મહિનાનું અનશન કર્યું. એક પથ્થરની શિલા પર સૂઈ ગયા. ના હલવાનું, ના ચાલવાનું. ના બોલવાનું કે ના જોવાનું. આંખો બંધ કરી એકમાત્ર પરમાત્માના ધ્યાનમાં લીન થઈ ગયા. આયુષ્ય કર્મ પૂર્ણ થયું. જ ધરણમુનિ સમાધિ-મૃત્યુ પામ્યા. આરણ નામના અગિયારમા દેવલોકમાં એમનો ખાત્મા દેવ થયો. - ભવ છઠ્ઠો સંપૂર્ણ 1000 ભાગ-૨ # ભવ છો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 504 505 506 507