Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 504
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રિભોજન નહીં કરવાનું, અભક્ષ્યનું ભક્ષણ નહીં કરવાનું, અપેયનું પાન નહીં કરવાનું, વ્યસનોનો ત્યાગ કરવાનો... આ બધાં વ્રતો-મહાવ્રતોનું પાલન કરવા સાધુ બનવું પડે. ગૃહવાસમાં આ વ્રતોમહાવ્રતોનું પાલન ના થઈ શકે. સાધુજીવનમાં કોઈ એક સ્થાને રહેવાનું હોતુ નથી. ગામેગામ પદયાત્રા કરતા વિચરવાનું હોય છે. ભિક્ષાવૃત્તિથી જીવવાનું હોય છે. કોઈ પણ જીવને પીડા ના થાય, દુઃખ ના થાય, અભાવ ના થાય એ રીતે જીવવાનું હોય છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. ગુરુની પાસે બેસીને શાન્તિથી ધર્મનું જ્ઞાન મેળવવાનું હોય છે. વધુમાં વધુ મૌન ધારણ કરવાનું હોય છે અને પરમાત્માનું ધ્યાન કરવાનું હોય છે. સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવાનો હોય છે. કોઈ પણ જીવને શત્રુ માનવાનો નથી. દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ રાખવાનો છે. ‘સહુ જીવો સુખી થાઓ...’ આવી ભાવના રોજ ભાવવાની હોય છે... ‘પૂર્ણ શાન્તિનું આ જીવન છે.’ સુવદન તન્મય બનીને આ બધી વાતો સાંભળી રહ્યો હતો. જીવનમાં પહેલી જ વાર ધર્માચાર્યનો એને પરિચય થયો હતો અને પહેલી જ વાર આ બધી વાતો એ સાંભળી રહ્યો હતો. આ બધી વાતો તેને ગમી. તેણે આચાર્યદેવને કહ્યું : ‘ભગવંત, શું મારામાં સાધુ બનવાની યોગ્યતા છે?’ ‘વત્સ, તું સાધુ બનવા યોગ્ય છે.' ‘તો મારા પર કૃપા કરો અને મને સાધુ બનાવો... મને, આપે વર્ણન કર્યું તેવું જીવન જીવવું ગમશે...’ આચાર્યદેવે સુવદનને દીક્ષા આપી. સુવદને સારી રીતે સંયમધર્મ પાળ્યો અને મનુષ્યજીવન સફળ કર્યું. લક્ષ્મી. લક્ષ્મી તામ્રલિપ્તી નગરીથી ભાગી. તેણે જંગલનો રસ્તો લીધો. જ્યાં સુધી તેનામાં શક્તિ હતી ત્યાં સુધી એ જંગલમાં દોડતી રહી. વારંવાર એ પાછળ વળીને જોતી હતી. મને પકડવા રાજાના સૈનિકો મારી પાછળ તો આવતા નથી ને?” એને ભય લાગતો હતો. તે દોડીદોડીને થાકી... ધીરે ધીરે ચાલવા લાગી. તે એક વિકટ અટવીમાં દાખલ થઈ... તેના શરીર પર સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો હતાં. અચાનક અટવીમાં ડાકુઓ પ્રગટ થયા. લક્ષ્મીને ઘેરી લીધી. લક્ષ્મીએ કહ્યું : ‘હું તમને મારા અલંકારો આપી દઉં છું... તમે મને અડતાં નહીં.' તેણે ડાકુઓને બધા જ CEL ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507