Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 502
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર નથી. હવે તું એને ભૂલી જા. એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય.. કદાચ એ તારી પાસે આવે તો પણ એને તારી પાસે ના રાખીશ. આવી દુષ્ટા સ્ત્રી લાખોમાં એક હોય..' મહારાજા, આપની વાત યથાર્થ છે. હું સ્વીકારું છું આપની વાત.' હું તને મુક્ત કરું છું. તું તારા માર્ગે ચાલ્યો જા.” રાજાએ દૂર ઊભેલા સૈનિકને બોલાવીને, સુવદનનાં બંધન ખોલી નાખવા આજ્ઞા કરી. સુવદને મુનિરાજની પાસે જઈ વંદન કરી. એને ઘણી શરમ આવી. તે ત્યાં ઊભો ના રહ્યા. ત્યાંથી શીધ્ર ચાલી નીકળ્યો. રાજ પણ રથમાં બેસી... સુવદને કહેલી વાતોને વાગોળતો રાજમહેલ તરફ ઊપડી ગયો. સુવદન દિશાશૂન્ય બની ચાલ્યો જતો હતો. તેના ચિત્તમાં આજે ધરણમુનિ પ્રત્યે અનુરાગનાં અજવાળાં પથરાયાં હતાં, તો બીજી બાજુ પોતે કરેલાં પાપોના ઘોર પશ્ચાત્તાપની આગ પ્રગટી હતી. “ધરણ કેટલો સરળ... ભદ્રિક, ઉદાર અને સૌમ્ય પ્રકૃતિનો છે? એની પત્નીને મેં મારી પત્ની બનાવી દીધી હતી. અને રાજાની સમક્ષ લક્ષ્મીએ નફ્ફટ થઈને કહી દીધું હતું. “આ મારો પતિ નથી...” છતાં ધરણને એના પ્રત્યે કે મારા પ્રત્યે જરાય રોષ નહોતો આવ્યો. એટલું જ નહીં, ઉપરથી મને આઠ લાખ સોનામહોર આગ્રહ કરીને આપી હતી. જ્યારે મેં એની દસ હજાર સોનાની ઈટોના સંપુટ ઉપર મારો અધિકાર સિદ્ધ કરવા પ્રયત્ન કરેલો... સરાસર વિશ્વાસઘાત કરનારા મારા જેવા ઘોર પાપી ઉપર એ મહાપુરુષે તો.. એના સ્વભાવ મુજબ ઉપકાર જ કર્યો હતો. રાજાને મારા પર અને લક્ષ્મી પર તીવ્ર રોષ થઈ આવેલો, પેલા ટોપશેઠને પણ તીવ્ર ક્રોધ આવી ગયેલો, પરંતુ ધરણ એ સમયે પણ સ્વસ્થ રહ્યો હતો. એના મુખ પર રોષની એક રેખા પણ ઊપસી આવી ન હતી. કેવો એ અનાસક્ત યોગી! સંસારમાં પણ એ યોગી જ હતો. હવે તો એ ખરેખર યોગી બની ગયો. એના અપૂર્વ તપોબળથી દેવતાએ એની રક્ષા કરી. જેના સાન્નિધ્યમાં દેવો રહેતા હોય તેવા એ યોગી પુરુષનો હું કેવો નિકૃષ્ટ અપરાધી બન્યો છું? મને ખરેખર આ જીવનમાં શાન્તિ નહીં જ મળે. હું અશાન્તિમાં રિબાઈરિબાઈને મરીશ. મૃત્યુ પછી મારું શું થશે, એ હું જાણતો નથી. પરંતુ જો મારે બીજો જન્મ લેવાનો હશે તો.. કદાચ હું પશુયોનિમાં જન્મીશ. મેં મારું આ જીવન વેડફી નાખ્યું છે..” સુવદન ચાલતો ચાલતો વૈજયંતનગરમાં પહોંચ્યો. તે નગરની બહાર ઉદ્યાનમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં જઈને બેઠો. તેની પાસે સોનામહોરો હતી, તે ગામમાં જઈને, ઘર લઈને રહી શકે એટલું ધન હતું. પરંતુ તેનું મન દુ:ખી હતું, “હવે શું ભાગ-૨ જ ભવ છઠો CES For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507