Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 505
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલંકારો આપી દીધા... એક ડાકુને લક્ષ્મીનાં વસ્ત્રો ગમ્યાં... તેણે વસ્ત્રો પણ ઉતરાવી લીધાં... લક્ષ્મી નિર્વસ્ત્ર બની ગઈ. ડાકુ ચાલ્યા ગયા. લક્ષ્મી આગળ ચાલી. રાત્રિના છેલ્લા પ્રહરમાં તે કુશસ્થળ' નામના ગામની બહાર પહોંચી. . ત્યાં ગામની બહાર, રાજાની રાણીનાં સર્વ વિપ્નોની ઉપશાંતિ માટે, રાજપુરોહિત શાન્તિકર્મ કરી રહ્યો હતો. એક કુંડમાં અગ્નિ સળગતો હતો. લાલ વસ્ત્ર પહેરીને પુરોહિત અગ્નિકુંડની પાસે બેસી મંત્રજાપ કરી રહ્યો હતો. ચાર દિશામાં ચાર રક્ષકો ખુલ્લી તલવારો લઈ ઊભા હતા. રાણીને કોઈ વ્યંતરી ઉપદ્રવ કરતી હતી. એ ઉપદ્રવમાંથી રાણીને મુક્ત કરવા શાંતિકર્મ થઈ રહ્યું હતું. લક્ષ્મીએ દૂરથી અગ્નિની જવાળાઓ જોઈ. તેણે વિચાર્યું : “જરૂર કોઈ સાર્થ અહીં પડાવ નાંખીને રહ્યો લાગે છે. લાવ ત્યાં જાઉં... એકાદ વસ્ત્ર મળી જશે. તો શરીરની લાજ ઢાંકી શકાશે.” એ તો અગ્નિની નજીક પહોંચી કે દિશાઓમાંથી શિયાળોના અવાજ આવવા લાગ્યા. ચાર દિશામાં રહેલા રક્ષકોએ નગ્નાવસ્થામાં લક્ષ્મીને જોઈ.... તેઓ ગભરાયા... “અરે, આ જ વ્યંતરી છે... આ જ રાક્ષસી છે.” રક્ષકોના હાથમાંથી તલવારો નીચે પડી ગઈ.... રક્ષકો સ્તબ્ધ થઈ ગયા. પગ થાંભલા જેવા થઈ ગયા. હાથ ધ્રુજવા લાગ્યા. અને મૂચ્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. લક્ષ્મી બોલી : 'તમે ભય ના પામો, હું માનવસ્ત્રી છું...” તે ઘેડીને પુરોહિત પાસે પહોંચી. નગ્ન સ્ત્રીને જોઈને પુરોહિત ભડક્યો. તેણે માળા જમીન પર મૂકી દીધી. ઊભો થયો... લક્ષ્મી અગ્નિની આસપાસ ફરવા લાગી. પુરોહિતે તેના વાળ પકડીને તેને હચમચાવી નાખી. દિશાઓમાં પડેલા રક્ષકોને પુરોહિતે કહ્યું : “ઊભા થાઓ. ભય ના પામો. મેં આ રાક્ષસીને પકડી છે. તમે એને ઘરડાથી બાંધો...' સૈનિકોએ લક્ષ્મીને દોરડાથી બાંધી, તેને નગરમાં રાજા પાસે લઈ જવામાં આવી. રાજાએ લક્ષ્મીને જોઈ... “અહો, આ રાક્ષસીને બરાબર સજા કરવી જોઈએ.” રાજાએ ચંડાળોને બોલાવ્યા અને કહ્યું : “આ રાક્ષસીને લઈ જાઓ. તેના આખા શરીરે વિષ્ટાનું વિલેપન કરજો. ત્યાર પછી એના માથે મુંડન કરી નાખજો. તેને મેદાનમાં લઈ જઈ તેના ઉપર શિકારી કૂતરા છોડી દેજો... પરંતુ આ રાક્ષસી મરી ના જાય, એની કાળજી રાખજો... એ લોહીલુહાણ થઈ જાય એટલે એના બે પગે દોરડું બાંધીને, નગરના રાજમાર્ગો પરથી ઘસડતાં ઘસડતાં તેને નગરની બહાર લઈ જજો...” ચંડાળોએ રાજાની આજ્ઞા મુજબ લક્ષ્મીની ખૂબ કર્થના કરી. એણે કરેલાં ઘોર પાપકર્મો જાણે કે એ જ ભવમાં ઉદય આવ્યાં. જ્યારે એના પર શિકારી કૂતરાઓ છોડી મૂકવામાં આવ્યા. તે મેદાનમાં ચીસો પાડતી દોડવા લાગી... છેવટે તે થાકીને જમીન પર ઢળી પડી. કૂતરાઓ એને બચકાં ભરવા લાગ્યા. તે લોહીલુહાણ થઈ ગઈ. તેને ઢસડીને નગરની બહાર લઈ જવામાં આવી. શ્રી સમરાદિત્ય મહાકથા EEG For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507