________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ વખતે રાજસભામાં એક યુવક બ્રાહ્મણ પ્રવેશ્યો. તેનું નામ સિદ્ધાર્થ હતું. તે મહારાજા જયકુમારનો વિશ્વસનીય સેવક હતો.
મહારાજા, આપ જે પૂજ્ય પુરુષને યાદ કરતા હતા, તે મહાન આચાર્યશ્રી સનકુમાર કાકંદીના તેÇક ઉદ્યાનમાં પધારી ગયા છે. મહારાજ, આપનો મનોરથ પૂર્ણ થયો.”
જયકુમારના આનંદની અવધિ ના રહી. તેમણે સિદ્ધાર્થના ગળામાં સ્વર્ણહાર પહેરાવી દીધો. સભાનું વિસર્જન થયું.
૦ ૦ ૦. નગરશ્રેષ્ઠી અભયંકરની હવેલીમાં, નગરના પ્રમુખ નાગરિકો ભેગા થયા. સહુનાં મન ઉદ્વિગ્ન હતાં. ચિંતાતુર હતાં. વિજયકુમારનો થયેલો રાજ્યાભિષેક કોઈને ગમ્યો ન હતો, ન ગમવાનાં કારણો હતાં. વિજયકુમારની નગરમાં અને રાજ્યમાં કીર્તિ ન હતી, પ્રતિષ્ઠા ન હતી. તેનું ચારિત્ર શંકાસ્પદ હતું. તેનામાં પ્રજા પ્રત્યે કોઈ પ્રેમ ન હતો.
નગરના એક યુવાન શ્રેષ્ઠી વાસવદત્તે વાતનો પ્રારંભ કર્યો : “પૂજ્ય શ્રેષ્ઠીજનો, રાજમહેલમાં જે કંઈ થઈ રહ્યું છે, તે પ્રજાજનો માટે અહિતકારી છે, એમ મને લાગે છે. વિજયકુમાર આપણા રાજા થવા માટે જરાય યોગ્ય નથી.”
આપણે જાણીએ છીએ ભાઈ, પરંતુ મહારાજાએ એનો રાજ્યાભિષેક કરી દીધો છે... હવે શું કરી શકાય?” નગરશેઠે નિરાશા વ્યક્ત કરી.
આપણે મહામંત્રીજીને મળીને, મહારાજા ઉપર દબાણ લાવીએ. કહીએ કે આ રીતે અયોગ્ય વ્યક્તિને રાજ્ય સોંપી દઈ, પ્રજાને તેમને સોંપી દઈ, આપ માત્ર આપનું જ આત્મકલ્યાણ કરવા માટે ચાલ્યા જાઓ, એ ધર્મથી વિપરીત વાત છે. પહેલા પ્રજાની રક્ષા કે પહેલા પોતાનું આત્મકલ્યાણ?' શ્રેષ્ઠીપુત્ર વાસવદત્તે આક્રોશ વ્યક્ત કર્યો.
નગરશેઠે ધીર-ગંભીર સ્વરે કહ્યું : “મેં મહામંત્રીને આ જ વાત કરી હતી. મહામંત્રીએ મને કહ્યું હતું કે, આ ઘટનામાં નિમિત્ત બન્યા છે રાજમાતા. બાકી, જ્યારે મહારાજા સુરતેજનો સ્વર્ગવાસ થયેલો અને યુવરાજ જયકુમારનો રાજ્યાભિષેક થયેલો ત્યારે વિજયકુમારને કેદ કરી જેલમાં પૂરી દીધો હતો. મહારાજાને તો ખબર પણ પડવા દીધી ન હતી, પરંતુ રાજમાતાને ખબર પડી ગઈ... ને તેમણે જ્યેષ્ઠ પુત્રની આગળ કલ્પાંત કર્યો... બસ, ત્યાં મહારાજા જયકુમારનું મન બદલાયું...
શ્રી સમરાદિત્ય મહાકથા
૮૩૯
For Private And Personal Use Only