Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 486
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગળ વૈદ્યરાજ (દેવ) અને પાછળ અહંદુદત્ત, બંને એ ચાલવા માંડ્યું. પરંતુ વૈદ્યરાજે સીધો... ચોખ્ખો રસ્તો છોડી કાંટાવાળા અને આડા-અવળા રસ્તે ચાલવા માંડવું. હે પૂજ્ય, આપ સીધી નિષ્કટક માર્ગ છોડીને, અજાણ્યા અને કાંટાળા માર્ગ પર કેમ ચાલો છો?' “શું તને આટલી ખબર પડે છે? કેમ ખબર ના પડે? આટલી વાત ના સમજી શકાય? જો તું જાણે છે તો પછી સીધો, સરળ અને નિષ્કટક એવો મોક્ષમાર્ગ છોડીને સંકટભરી, કંટકમય અને પશુઓના ભયવાળી સંસાર-અટવીમાં કેમ પ્રવેશે છે?' અહંદ મૌન રહ્યો. તેને વૈદ્યની વાત ના ગમી. ૦ ૦ તેઓ આગળ વધ્યા. એક ગામની બહાર યક્ષમંદિરમાં રોકાયા. એ યક્ષમંદિરમાં વ્યંતરદેવની મૂર્તિ હતી. લોકો મૂર્તિની પૂજા કરતા હતા. મૂર્તિ વારંવાર નીચા મુખે જમીન પર પડતી હતી. લોકો પુનઃ પુનઃ એ મૂર્તિની સ્થાપના કરતા હતા. આ જોઈને અહંદુદતે વૈદ્યરાજને કહ્યું : “આ વ્યંતરદેવ કેવો અભાગી છે? લોકો એને ઊર્ધ્વમુખે સ્થાપિત કરે છે... અને એ અધોમુખે નીચે પડે છે.” વૈદ્ય કહ્યું : “આ તું બરાબર સમજી શકે છે?” અદત્તે કહ્યું : “કેમ નહીં? આમાં નવું શું જાણવા જેવું છે?' વૈદ્યરાજે કહ્યું : “તો પછી હું તને વારંવાર ચારિત્રધર્મના ઊંચા સ્થાને સ્થાપિત કરું છું. ને તું કેમ સંસારના ગૃહવાસના નીચા સ્થાનમાં પડે છે? હું તને ઊર્ધ્વગતિમાં લઈ જવા પ્રયત્ન કરું છું.... ને તું નરક-તિર્યંચની અધોગતિમાં જવા કેમ તત્પર બને છે?” મૌન. અહંદૂદત્તે જવાબ ના આપ્યો. વૈદ્યની વાત એને રુચિ પણ નહીં. ત્યાંથી બીજા દિવસે સવારે તેઓ બંને આગળ વધ્યા. હજુ તેઓ ગામ છોડીને થોડે દૂર ગયા, ત્યાં અહંદને એક દશ્ય જોયું... તે બોલી ઊઠ્યો : “જુઓ, જુઓ, આ ભૂંડ કેવું વિવેક વિનાનું છે? સામે જ ધાન્ય પડ્યું છે તે ખાતો નથી... અને દુર્ગંધભરેલો ગંદો પદાર્થ ખાય છે.' વૈદ્ય કહ્યું : “અહો, તને આવા વિવેકની જાણ છે? અહંદરે કહ્યું : “આટલી જાણ તો હોય જ ને?' વૈદ્ય કહ્યું : “જો એમ જ છે, તે વિવેકી છે, તો પરમ સુખદાયી શ્રમણજીવનનો ત્યાગ કરી, અશુચિ-ગંદા વિષયો ભોગવવા કેમ ગૃહવાસમાં જાય છે?' ECO ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507