Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 490
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “અવશ્ય સંભળાવીશ, મા, એ સાંભળીને તને અને મારા પિતાજીને, આ સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય જાગી જશે...' પિતા-પુત્રે ભોજન કરી લીધું. પછી હારપ્રભાએ પણ ભોજન કરી લીધું. ત્યાર બાદ ત્રણે જણા મંત્રણાગૃહમાં જઈને બેઠાં. ધરણે આચાર્યદેવની આત્મકથા સંભળાવી. સતત એક પ્રહર સુધી સંભળાવતો રહ્યો. હારપ્રભા અને બંધુદ એકાગ્ર ચિત્તે આત્મકથા સાંભળી. ધરણે કહ્યું : માતાજી, પિતાજી, મારું મન આ ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે. મને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. મારી સાથે દેવનંદી પણ ચારિત્ર સ્વીકારશે...' બંધુદને કહ્યું : “વત્સ, દેવનંદીએ તો તારી સાથે આચાર્યદેવના શ્રીમુખે એમની આત્મકથા સાંભળી છે, એના જેવા પ્રબુદ્ધ આત્માને વૈરાગ્ય કેમ ના થાય? તારા મુખે એ આત્મકથા સાંભળીને, મારું મન પણ ઊંડા વિચારમાં પડી ગયું છે. આ સંસારમાં કર્મપરવશ જીવ કેવો કુટિલ કામો કરીને, દુર્ગતિમાં ચાલ્યો જાય છે? એક એક પ્રવૃત્તિથી કર્મો બંધાય છે. અને સંસારમાં મોટા ભાગે પ્રવૃત્તિઓ અશુભ હોય છે... કારણ કે સંસારમાં ડગલે ને પગલે રાગ-દ્વેષનાં નિમિત્ત મળે છે. રાગ-દ્વેષ જ કર્મબંધનનાં મૂળ કારણ છે. વત્સ, હવે મારે પણ ગૃહવાસમાં નથી રહેવું. તું ભરયૌવનમાં જો વૈષયિક સુખોનો ત્યાગ કરી શકે છે, તો હું આ ઢળતી ઉમરે ના કરી શકું? વળી, તું જો ઘરમાં ના રહેવાનો હોય તો અમે બે પણ આ ઘરમાં કેવી રીતે રહી શકીએ? રહેવાનો કોઈ અર્થ નથી, આવા જ્ઞાની-વિરાગી ગુરુદેવ મળી જવા, એ પણ મહાન ભાગ્યોદય છે, નહીંતર ગુરુજનોનો પરિચય થવો અતિ દુર્લભ હોય છે. એમનો ઉપદેશ સાંભળવા મળવો ને એ ઉપદેશ આપણા હૃદયને ગમવો, એ તો ઘણી દુર્લભ વાત છે. વત્સ, ‘આપણે સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશું.' બંધુદ હારપ્રભા સામે જોયું. હારપ્રભા સમજી ગઈ. તેણે કહ્યું : “હે સ્વામીનાથ, હું પણ આપની સાથે જ ચારિત્ર અંગીકાર કરીશ.” ધરણની આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. તેણે માતાના ખોળામાં પોતાનું માથે છુપાવી દીધું. હારપ્રભાએ કહ્યું : વત્સ, તને જન્મ આપીને મારી કુક્ષિ ધન્ય બની ગઈ છે. તારી મા બનવાનું હું ગૌરવ અનુભવું છું. અમને ચારિત્રમાર્ગ ચીંધીને તેં તારા કર્તવ્યનું શ્રેષ્ઠ પાલન કર્યું છે... આમેય તારા અનેક ગુણોના અમે અનુરાગી હતાં જ, આજે એ અનુરાગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બંધુદરે કહ્યું : “વત્સ, હવે આપણે ત્રણેએ ચારિત્રનો માર્ગ લેવાનો છે, આપણી ભાગ-૨ # ભવ છઠો ८८४ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507