Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 499
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે સૈનિકોએ મહારાજાને સમાચાર આપ્યા. તરત જ મહારાજા રથમાં બેસી, ઉદ્યાનમાં આવ્યા. કોટવાલે બધી વાત કરી. રાજાએ ધ્યાનસ્થ ઊભેલા ધરણમુનિને જોયા. રાજાનું ચિત્ત પણ વિમાસણમાં પડ્યું. રાજાએ કોટવાલને કહ્યું : “તમે પૂરી તપાસ કરો. પછી જો આ સાધુ અપરાધી નક્કી થાય તો તેને શૂળી પર ચઢાવી દો..' રાજા રથમાં બેસી રાજમહેલે પહોંચી ગયો. કોટવાલે પુનઃ ધરણમુનિને પૂછ્યું : “અરે સાધુ, તું બોલ, શું આ અલંકારો તે લૂંટ્યા છે? જો તું ઉત્તર નહીં આપે તો મારે તને શૂળી પર ચઢાવવો પડશે.' મુનિ મૌન રહ્યા. કોટવાલને ગુસ્સો આવ્યો. તેણે સૈનિકોને આજ્ઞા કરી : “આ કપટી છે, દંભી છે.. અને વધસ્થાને લઈ જાઓ અને શૂળી પર ચઢાવી દો.” બીજી બાજુ, નગરનાં લોકોને ખબર પડી કે આજે પણ એક સાધુવેષધારી ડાકુએ એક સ્ત્રીને ઉદ્યાનમાં લૂંટી છે... ને તેને શૂળીએ ચઢાવાની સજા થઈ છે..' એટલે સેંકડો નગરજનો વધસ્થાન પર ભેગા થયા હતા. નગરરક્ષકોએ શૂળી ઊભી કરી. રાજપુરુષે ઘોષણા કરી : “અરે નગરલોકો! આ સાધુના વેષમાં ડાકુ છે. તેણે એક સ્ત્રીને લૂંટી છે, એટલે આને શૂળી પર ચઢાવી મારી નાખવાની મહારાજાએ સજા કરી છે. માટે આવો અપરાધ જે કોઈ કરશે તેને મહારાજા આવી આકરી સજા ફટકારશે.” રાજપુરુષે, ત્યાં ઊભેલા બે ચંડાળોને આજ્ઞા કરી : “આને શૂળી પર ચઢાવો.' પરંતુ ચંડાળોએ મુનિરાજને ઊંચકીને જેવા શૂળી પર ચઢાવ્યા... કે શુળી આખી ને આખી જમીનમાં પ્રવેશી ગઈ. મુનિરાજને જરાય ઈજા ના થઈ. આકાશમાંથી મુનિરાજ ઉપર પુષ્પવૃષ્ટિ થવા લાગી.. એ ક્ષેત્રના દેવતા, મુનિરાજના તપ-સંયમના દિવ્ય પ્રભાવથી જાગ્રત થયા હતા... તેમણે પરોક્ષ રહીને, શુળીને જમીનમાં ઉતારી દીધી હતી, અને તેમણે જ પુષ્પોની વર્ષા કરી હતી. ક્ષેત્રદેવતાએ આકાશવાણી કરી : “આ મુનિભગવંતનો ધર્મ જયવંતો વર્તે છે.” પ્રજાજનોએ મુનિરાજનો જયજયકાર કરી દીધો. બે સૈનિકો દોડતા રાજમહેલે પહોંચ્યા. રાજાને કહ્યું : મહારાજા, ગજબની ઘટના બની છે. શૂળી જમીનમાં પ્રવેશી ગઈ ને મુનિરાજ બચી ગયા. તેમના પર આકાશમાંથી પુષ્પો વરસી રહ્યાં છે.” તરત જ રાજા રથમાં બેસીને મુનિરાજ પાસે આવ્યો. મુનિરાજનાં ચરણોમાં પ્રણામ કર્યા અને પૂછ્યું : “હે ભગવંત, અમારી ભૂલ થઈ, અમને ક્ષમા આપો અને આ બધુ શું બની રહ્યું છે... એ અમને સમજાવવાની કૃપા કરો.” પરંતુ ધરણમુનિએ કોઈ ઉત્તર ના આપ્યો. તેઓ મૌન રહ્યા. સહુ વિમાસણમાં પડી ગયા. કોટવાલે કહ્યું : “મહારાજા, મને પહેલાથી જ શ્રી સમરાદિત્ય મહાકથા cc૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507