Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 497
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધ બ્રાહ્મણની અનુમતિ લઈ, બંને દેવપુર તરફ ચાલી નીકળ્યાં. દેવપુરના સમુદ્રકિનારા પર ચીનદેશ જતું એક વહાણ તૈયાર જ ઊભું હતું. લક્ષ્મી અને સુવદન, બંને એ વહાણમાં બેસી ગયાં. વહાણના માલિકને સુવદને એક હજાર સોનામહોર ભેટ આપી અને કહ્યું : “અમને ચીનના કોઈ પણ બંદરે ઉતારી દેજે.' તેઓ ચીન પહોંચ્યા. સુવદનના ઘરે પહોંચ્યા. ઘર બંધ પડેલું હતું. સુવદનનાં માતા-પિતા અવસાન પામેલાં હતાં. સુવદને ઘર ખોલ્યું. નોકરો પાસે ઘર સાફ કરાવ્યું, સજાવ્યું અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યાં. સુવદને વતનમાં કોઈ જ ધંધો શરૂ ના કર્યો. ખાવા-પીવામાં અને હરવા-ફરવામાં દિવસો પસાર થવા લાગ્યા. બે વર્ષમાં સુવદનની ચાર લાખ સોનામહોરો વપરાઈ ગઈ. લક્ષ્મીએ કહ્યું : “આ રીતે તો આપણે બીજાં બે વર્ષ પછી રસ્તે રઝળતાં થઈ જઈશું. માટે કોઈ ધંધો કરો.” સુવદને કહ્યું : “ધંધો કરવા આપણે પાછાં ભારતના કોઈ બંદરે જવું જોઈએ. આ દેશમાં ધંધો કરવાથી ખાસ કમાણી નહીં થાય.” જો એમ જ હોય તો આપણે ભારતના કોઈ બંદરે જઈએ, ત્યાં રહીએ.” સુવદને એક વહાણ ભાડે લીધું. જે માલ ભારતમાં વેચવાથી સારો નફો થાય એમ હતો, એ માલ એણે ખરીદ્યો અને વહાણમાં ભર્યો અને એક દિવસ લક્ષમી સાથે તેણે પ્રયાણ કર્યું, તેમણે તામ્રલિપ્તી નગરીએ પહોંચીને ત્યાં નિવાસ કર્યો, ગામની ભાગોળે તેણે એક મકાન ખરીદી લીધું. ૦ ૦ ૦ ધરણમુનિ વિહાર કરતાં કરતાં તામ્રલિપ્તી નગરીમાં આવી લાગ્યા. તેમણે નગરીની બહાર, નજીકના ઉદ્યાનમાં નિવાસ કર્યો. તેઓ મોટા ભાગે નિર્જન પ્રદેશમાં ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતાં હતાં. એક દિવસ લક્ષ્મી ઉદ્યાનમાં ફરતી હતી, તેણે ઘરણમુનિને જોયા... અને ઓળખ્યા. અરે, આ તો ધરણ પોતે જ છે! સાધુ બની ગયો છે. મારું કેવું દુર્ભાગ્ય કે મને વળી પાછા એનાં દર્શન થયાં... મારો આ જન્મ-જન્મનો શત્રુ છે. મને એ દીઠોય નથી ગમતો. ખેર, પેલી વખત વહાણમાં એના ગળામાં ફાંસો બરાબર નખાયો ન હતો. એટલે જીવી ગયો,” પણ હવે એ વહેલામાં વહેલી તકે મરે, એવો ઉપાય કરું...” લક્ષ્મીના મનમાં ધરણને મારવાના વિચારો શરૂ થઈ ગયા. ધરણના ઉપકારો એ ભૂલી ગઈ. તેણે વિચાર્યું : “ગઈ કાલે જ રાજ્યના સૈનિકોએ ભિક્ષુકવેષધારી ચોરોને પકડ્યા હતા. મુદ્દામાલ સાથે પકડ્યા હતા. રાજાએ તેમને મરાવી નખાવ્યા હતા... “આવા સાધુવેષધારીઓ પણ ચોરી કરે છે,' એવી માન્યતા નગરમાં ફેલાણી છે. આ ધરણ પણ ચોર તરીક પકડાય તો એને જરૂર મોતની સજા થાય.' શ્રી સમરાદિત્ય મહાકથા EC9 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507