Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 485
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે તું કહે તો હું આ છેલ્લી વાર તને નીરોગી કરવાનો ઉપાય કરું.” સ્વજનોએ કહ્યું : “હે કરુણાવંત વૈદ્યરાજ, આપ નિશ્ચિત રહો. હવે કદાચ એ પાછો આવશે તો અમે એને નગરમાં જ પ્રવેશવા નહીં દઈએ. વળી, એને લઈને જશો એટલે એની ચારે સ્ત્રીઓ, પોત-પોતાના પિતૃગૃહે ચાલી જશે, અને આની સામે પણ નહીં જુએ. પછી ભલે એને અગ્નિ પ્રવેશ કરીને મરવું હોય તો મરે... અથવા ઝેર પીને મરે...” અહંદૂદત્ત આ બધી વાતો સાંભળીને ડઘાઈ ગયો. છતાં એણે વૈદ્યરાજની શરત માન્ય રાખી. વૈદ્યરાજે ઔષધોપચાર શરૂ કર્યા. બે ઘટિકાપર્યત વિધિ-વિધાન ચાલતાં રહ્યાં. અહંદુદત્ત સર્વ પ્રકારના રોગોથી મુક્ત થયો. સ્વજનોએ તેને કડક સૂચના આપી : “અહંદૂદત્ત, હવે દુષ્ટ પુરુષનું આચરણ ના કરીશ. જે પ્રમાણે વૈદ્યરાજ કહે, તે પ્રમાણે કરજે.” વૈદ્યરાજે અદત્તને ઔષધોથી ભરેલી ત્રણ થેલીઓ આપી. તેણે ઉપાડી અને બંને નગરની બહાર નીકળી ગયા. વૈદ્યરાજે કહ્યું : “વત્સ, આપણે અહીંથી પૂર્વ દિશામાં ચાલીશું. નજીકમાં એક ગામ છે, ત્યાં પહોંચી જઈએ.” ૦ ૦ ૦ દેવે વિચાર કર્યો : ‘મારે આને હૃદયથી સંસાર પ્રત્યે વૈરાગી બનાવવો જ પડશે. વૈરાગ્ય આત્માનો ગુણ છે. તે સહજ રીત એના હૃદયમાં પ્રગટ થાય, તેવા સંયોગો ઊભા કરું, તેવી વિચિત્ર ઘટનાઓ ઉત્પન્ન કરું...” દેવે માયાજાળ પાથરી દીધી. આકાશ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું. પ્રચંડ અગ્નિજ્વાળાઓ દેખાવા લાગી... લોકોનો હાહારવ સંભળાવા લાગ્યો.. વૈદ્યરાજે કહ્યું : “કુમાર, ગામ સળગી રહ્યું છે... આપણે ગામમાં પ્રવેશ નહીં કરી શકીએ. તું અહીં જ ઊભો રહે. હું આગ બુઝાવીને પાછો આવું છું.' એમ કહી વૈદ્યરાજ ઘાસનો એક ભારો, જે માર્ગમાં પડેલો હતો, તે ઉપાડીને ગામની તરફ દોડવા લાગ્યા. અહંદૂદને કહ્યું : 'અરે વૈદ્યરાજ, ઊભા રહો. ઘાસના ભારાથી તે આગ બુઝાવી શકાય ખરી?” વૈદ્યરાજે કહ્યું : “ભદ્ર, શું તું એટલે જાણે છે?' કેમ નહીં?' અહંદુદત્તે કહ્યું. “તો પછી વાસનાની આગ, વિષયભોગનાં ઈંધણથી બુઝાય ખરી? જેમ જેમ વિષયભોગ કરતો જાય તેમ તેમ કામાગ્નિ બુઝાય નહીં પણ વધારે ને વધારે પ્રદીપ્ત થાય.. આટલી વાત તું કેમ સમજતો નથી?” અહંદૂદત્ત મૌન રહ્યો. વૈદ્યરાજની વાત એને ગમી નહીં. વૈદ્યરાજે કહ્યું : “ચાલો, આપણે આગળ વધીએ.. બીજા કોઈ ગામમાં મુકામ કરીશું.” શ્રી સમરાદિત્ય મહાકથા GOG For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507