Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 478
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘દેવી, વૈધરાજનો મારા પર મહાન ઉપકાર છે, તેઓ મારા જીવનદાતા છે, એ વાત હું માનું છું... પરંતુ આ દીક્ષાની વાત મારા મનમાં જરાય જચતી નથી. દીક્ષા લેવા મન માનતું નથી... તમારા ઉપરનો મોહ દૂર થતો નથી... શું કરું?' ‘હે નાથ, મનને પરાણે મનાવીને પણ દીક્ષા લો... નહીંતર પેલા ભયાનક રાક્ષસો જેવા ૧૦૮ રોગ માટે તૈયાર રહો.’ ત્યાં વૈઘરાજ આવી પહોંચ્યા. ‘હે ભદ્ર, હવે વિલંબ ના કર. ચાલ, હું તને મુનિરાજ પાસે લઈ જાઉં અને દીક્ષા અપાવી દઉં.’ ‘ચાલો...’ અર્હદત્ત વૈઘની સાથે ચાલ્યો. નગરની બહાર જે ઉદ્યાનમાં મુનિરાજ રહેલા હતા ત્યાં બંને ગયા. વિધિપૂર્વક મુનિરાજને વંદના કરી. વૈદ્યરાજે અર્હદત્તને કહ્યું : 'ભદ્ર, મુનિરાજને તું પ્રાર્થના કર કે ‘હે ભગવંત, મને ભવસાગરથી તારનારી દીક્ષા આપવા કૃપા કરો.' અર્હદૂદત્તે એ પ્રમાણે મુનિરાજને પ્રાર્થના કરી. મુનિરાજે અર્હદુદત્તને દીક્ષા આપી. વૈઘરાજ કે જેઓ દેવ હતા; પૂર્વજન્મમાં જેઓ અશોકદત્ત હતા. ‘મૂંગા’ના ઉપનામથી પ્રસિદ્ધ હતા, તેઓ પોતાનું કામ પતાવી દેવલોકમાં ચાલ્યા ગયા. અર્હદત્ત, કે જે પૂર્વજન્મમાં દેવ હતો, તેણે અશોકદત્તને કહેલું કે ‘તમે મને પ્રતિબોધ પમાડજો. મોહનિદ્રામાંથી જગાડજો.' આ વચન અશોકદત્તને આપેલું. અશોકદત્તે દીક્ષા લીધી હતી. બહુ સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરી તેઓ બ્રહ્મદેવલોકમાં દેવ થયેલા. તેમણે જ અર્હદ્દત્તની મોહાસક્તિ છોડવવા આ ઉપાય કર્યો હતો. અર્બુદત્તની ઈચ્છા ન હોવા છતાં પણ, રોગોના ભયથી તેને દીક્ષા અપાવી દીધી અને તેઓ દેવલોકમાં ચાલ્યાં ગયાં. અર્હદત્ત મુનિ બની ગયો... પરંતુ ભાવથી નહીં, ઈચ્છાથી નહીં. એ ભયથી મુનિ બન્યો હતો. એણે માત્ર વેશપરિવર્તન કર્યું હતું, મનનું પરિવર્તન નહીં. એને સાધુજીવનની ક્રિયાઓ કરવામાં કંટાળો આવવા લાગ્યો. તેને નથી ગમતું પ્રતિક્રમણ કરવું કે નથી ગમતું પ્રતિલેખન કરવું. તેને નથી ગમતું શાસ્ત્રાધ્યયન કરવું કે નથી ગમતું ધ્યાન ધરવું. એને નથી ગમતું ભિક્ષા માટે પ્રરિભ્રમણ કરવાનું... કે નથી ગમતું ભૂમિશ્ચયન કરવાનું.’ તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. તેની ચિત્તવૃત્તિઓ ચંચળ રહેવા લાગી. વિષયસુખની વાસના તેને સતાવવા લાગી... પત્નીઓની સતત સ્મૃતિ થવા લાગી. તે વિચારે છે 63 ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507