________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોકમાં વટવૃક્ષની નીચે ભેગા થવાનું છે.’ એ દરમિયાન પલ્લીપતિએ, ધરણને સાર્થની લૂંટનો બધો જ માલ-સામાન બતાવી દીધો અને સોંપી દીધો. ધરણે પલ્લીપતિને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં.
ભોજન થઈ ગયું હતું. સહુ વટવૃક્ષની નીચે આવીને, બેસવા માંડડ્યા. પલ્લીપતિની સાથે ધ૨ણ ત્યાં જઈને બેઠો. ધરણે, પલ્લીનાં સ્ત્રી-પુરુષો સમજી શકે એવી સરળ ભાષામાં વાત શરૂ કરી :
‘ભાઈઓ અને બહેનો, મારે આજે તમને દેવ-દેવીના પૂજનની વાત કહેવી છે. બધાં જ દેવ-દેવીઓને આપણી શુદ્ધા ગમે છે. તેઓ બધા જ જીવો પર દયા કરનારા હોય છે. મનુષ્ય, પશુ, પક્ષી અને કીડી ઉપર પણ તેઓ દયાળુ હોય છે. એટલે એમને કોઈ પણ જીવની હિંસા ગમતી નથી. માટે દેવ-દેવીને કોઈ પણ જીવનો બલિ આપવો ના જોઈએ. દેવીની આગળ કોઈ પણ જીવનો વધ ના કરવો જોઈએ.
જીવોને મારવાથી પાપ લાગે છે. પાપકર્મ બંધાય છે. એથી ભવાંતરમાં દુઃખ મળે છે. શરીરમાં અનેક રોગ થાય છે. નાની ઉંમરમાં સ્ત્રી વિધવા થાય છે. પુરુષનો અપયશ થાય છે. ઘોર હિંસા કરવાથી જીવને નરકમાં જવું પડે છે. નરકનાં દુઃખો તો લાખો-કરોડો વર્ષો સુધી ભોગવવાં પડે છે. ત્યાં નથી મળતું ખાવા-પીવાનું કે નથી મળતો આરામ, માટે હવે તમે ક્યારેય દેવીને બિલ ના આપશો, બલિના બદલે તમે દેવીને ફૂલ ચઢાવજો. ચંદનથી વિલેપન કરજો. દીપક પ્રગટાવજો અને ધૂપ કરજો. અક્ષતથી વધાવજો...’
પલ્લીપતિએ ઊભા થઈને કહ્યું : ‘હું ઉપકારી, તમારી આજ્ઞા મુજબ હવે અમે દેવીને પશુ-પક્ષી કે મનુષ્યોનો બલિ નહીં ધરાવીએ. તમે કહ્યું તે રીતે પૂજા કરીશું.'
ધરણે કહ્યું : ‘હે મહાપુરુષ, દેવીના મંદિરમાં જે કંઈ પશુનાં કલેવરો, મનુષ્યના મૃતદેહો વગેરે છે, તે બધાંનો અગ્નિસંસ્કાર કરી નાખો. લોહીનો એક છાંટો પણ ના રહે, એ રીતે મંદિરને ધોવડાવી નાખો. ફરીથી ગોબરનું લીંપણ કરી દો. મંદિરની આસપાસ પણ કોઈ હાડપિંજર ના રહેવું જોઈએ. ચારે બાજુ સુંદર ઉદ્યાન બનાવો.’ જૂઈ, કેતકી અને ગુલાબ વગેરે પુષ્પોને ઉગાડો.'
પલ્લીપતિએ કહ્યું : ‘હે સાર્વવાહ, બે જ દિવસમાં તમારી આજ્ઞા મુજબ દેવીનું મંદિર સ્વચ્છ અને શુદ્ધ બની જશે. પરંતુ તમારે બે દિવસ અહીં રહેવું પડશે.’
‘અવશ્ય રહીશ! બધુ શુદ્ધિકરણ થયા પછી આરતી ઉતારીને, પછી તમારી અનુમતિ લઈને અહીંથી પ્રયાણ કરીશ.’
પલ્લીપતિ અતિ હર્ષિત થયો. એણે પોતાના માણસોને દેવીના મંદિરની શુદ્ધિ કરવાની આજ્ઞા આપી... ‘જે બાળવાનું હોય તે બાળી નાખજો. જે જમીનમાં દાટવાનું હોય તે દાટી દેજો. જે ધોવાનું હોય તે ધોઈ નાખજો. પછી ગોબરથી એનો ભૂમિભાગ લીંપી નાખજો. આ બધું કામ પૂરું કરીને, મને જાણ કરજો.'
૮૯૦
ભાગ-૨ * ભવ છઠ્ઠો
For Private And Personal Use Only