________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનમાં તેમના પ્રત્યેનો પૂજ્યભાવ અખંડ જ છે. પરંતુ મારી માનસિક સ્થિતિનો એમને ખ્યાલ નથી... ક્યાંથી હોય? મારી મનની વાતો... એમને તો કરાય નહીં.”
ધરણ અટક્યો. બારીની બહાર અનંત આકાશ તરફ જોઈ રહ્યો. દેવનંદી પણ ધરણની વાતો સાંભળીને, ઊંડા વિચારમાં પડી ગયો, બંને મિત્રો મૌન થઈ ગયા. દેવનંદીને આજે, ધરણના નવા જ રૂપનો પરિચય થયો. “આ પુરુષનું હૃદય યોગીનું છે. આ લાંબો સમય સંસારમાં રહી શકશે નહીં. માતા-પિતા તરફ એને પૂજ્યભાવ છે, ભક્તિભાવ છે. મમત્વ નથી. ધન-સંપત્તિ ઉપર તો એને જરાય મોહ નથી. કરોડો સોનામહોરો તેણે દાનમાં આપી છે. પદ-પ્રતિષ્ઠાને તે સહજતાથી ત્યજી શકે છે. એને કોઈ સગુરુનો પરિચય થવો જોઈએ. હવે એના આત્માને સરુનાં ચરણોમાં જ તૃપ્તિ પ્રાપ્ત થશે.' તેણે ધરણને કહ્યું :
‘મિત્ર, હમણાં તો રાજ્યનાં કાર્યો નિર્લેપભાવે કરતો રહે. તું એ કાર્યોમાં વ્યસ્ત હશે ત્યાં સુધી કોઈ લગ્નની વાત કરશે નહીં. આવી રીતે એક-બે મહિના પસાર કરી દે. ત્યાં સુધીમાં કોઈ માર્ગ જડી જશે.”
એમ જ કરવું પડશે. છેવટે સ્પષ્ટ ના પાડવી પડશે તો ના પાડીશ. માતા-પિતાનું હૃદય થોડું દુભાશે... એટલું જ... પરંતુ હવે સ્ત્રીના બંધનમાં નથી બંધાવું.”
થોડીક સામાજિક વાતો કરીને, ધરણ ઊભો થયો. તેનું મન હળવું બન્યું હતું. દેવનંદી રથ સુધી મૂકવા આવ્યો. ધરણ રથમાં બેસી, પોતાની હવેલીએ ગયો.
૦ ૦ ૦ ત્રણ દિવસ પસાર થઈ ગયા.
ધરણ વીરેન્દ્રને સાથે લઈને, કારાવાસમાં ગયો. કારાવાસના અધિકારીઓએ મહામંત્રીનું સ્વાગત કર્યું. સેનાપતિ સિંહકુમારને પણ ધરણે કારાવાસમાં પહોંચવાનું કહેલું એટલે એ પણ આવી ગયો હતો.
ધરણ સીધો સિદ્ધેશ્વરની પાસે ગયો. સિદ્ધેશ્વરે ઘરણને પ્રણામ કર્યા, ધરણે પૂછ્યું : કહો મંત્રી, શો વિચાર કર્યો?” મહામંત્રીજી, મારો નિર્ણય અફર છે.” સંન્યાસ લેશો?' “હા જી.”
પરંતુ મહારાજા તમને મંત્રીપદ આપે ? તમારા અપરાધો ભૂલીને, તમને પુનઃ મંત્રીપદ આપે....”
નહીં, હવે મંત્રીપદ નથી ખપતું. સંસારમાં જ રહેવું નથી... પછી મંત્રીપદની વાત જ ક્યાં રહી?'
સંન્યાસ લઈને શું કરશો? ૯૪૮
ભાગ-૨ # ભવ છઠ્ઠઠો
For Private And Personal Use Only