________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બધાં સુખો છે... હું અજ્ઞાનતાથી એ સુખોને સાચાં માની બેઠો... અને એ સુખો મેળવવા ખોટા ઉપાયો કર્યા... મને એનું ફળ આ જન્મમાં જ મળી ગયું...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણે કહ્યું : ‘હું તમને હજુ ત્રણ દિવસનો સમય આપું છું. આજથી તમને કો૨ડા મારવાની સજા નહીં થાય. ત્રણ દિવસ પછી હું તમને ફરીથી મળીશ.' કારાવાસના અધિકારીને બોલાવીને સૂચના આપી. ‘આજથી આ ચારેને કો૨ડા મારવાના નથી, એમને સારાં વસ્ત્રો આપો અને એમના ઘરેથી જે ભોજન આવે, તે ભોજન આપો.’ ત્યાર પછી ધરણ મહેશ્વરને, રુદ્રદત્તને અને સોમિલને મળ્યો. તે ત્રણેએ પોતાના અપરાધ સ્વીકારી લીધા અને કહ્યું :
‘અમને તો સિદ્ધેશ્વરે જ આ પતંત્રમાં ભેળવ્યા હતા.’
‘તમે કેમ ભળ્યા?'
‘તેણે લાલચ આપી હતી...'
‘પણ તમે દુ:ખી તો હતા જ નહીં, પછી લાલચમાં કેમ ભોળવાયા? તમને મહારાજાએ ઓછું ધન આપ્યું છે? અને તમે ખોટા માર્ગે પણ અઢળક ધન ભેગું કરેલું છે ને?’
‘હા જી,
અમે ખોટા રસ્તે ઘણું ધન ભેગું કરેલું છે...'
‘તમને તમારા બધા અપરાધની ક્ષમા આપવામાં આવે અને મુક્ત કરવામાં આવે તો તમે તમારું એ ખોટા માર્ગે મેળવેલું ધન રાજ્યની તિજોરીમાં જમા કરાવશો ખરા?'
'હા જી, એ ધન તો જમા કરાવીશું, બીજો પણ જે દંડ તમે કરશો... તેટલું ધન જમા કરાવીશું... હવેથી ક્યારેય અમે મહારાજાનું અહિત નહીં વિચારીએ... તમે આજ્ઞા કરશો તો આ રાજ્ય છોડી પરદેશ ચાલ્યા જઈશું... પણ આ કોરડાના માર સહન થતા નથી...'
‘આજથી તમને કોરડા મારવામાં નહીં આવે. તમને તમારા ઘરનું ભોજન મળશે, સારાં વસ્ત્ર મળશે. તમને ત્રણ દિવસનો સમય આપું છું. તમારો પશ્ચાત્તાપ સાચો છે કે કેમ, એનો નિર્ણય કર્યા પછી, આગળનાં પગલાં ભરીશ.'
C89
ચારે મંત્રીઓને ધરણમાં દેવનાં દર્શન થયાં. ચારેની આંખોમાં આંસુ આવી ગયાં. ધરણે ચારે મંત્રીઓના પરિવારોને, કારાવાસમાં આવી મળવાની છૂટ આપી.
ધરણ કારાવાસમાંથી નીકળી મહારાજા પાસે ગયો, કારાવાસમાં થયેલી વાતો કહી સંભળાવી. મહારાજાને આનંદ થયો. તેમણે કહ્યું : ‘સિદ્ધેશ્વરની સાથે પેલા ત્રણ પણ સંન્યાસી થઈ જાય તો સારું. ધરણ, તારા ઉપદેશથી એ ચારે બની જશે સંન્યાસી.'
For Private And Personal Use Only
ભાગ-૨ ૐ ભવ છઠ્ઠો