________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટેકવી, બે પગ પહોળા કરી ઊભા રહ્યા. રાજકુમાર મુનિરાજને મારવા આગળ વધ્યો. મુનિરાજે તેને પકડ્યો. બે હાથ પકડીને મરડી નાખ્યા. ખભાના સાંધાઓથી બે હાથ જુદા કરી નાખ્યાં. પછી બે પગને સાથળથી જુદા કરી નાખ્યાં. જમીન પર ઊંધો પકડીને, કમર પર પગ દબાવી... કમરના મણકા જુદા કરી નાખ્યા. રાજકુમાર ચીસો પાડવા લાગ્યો... પુરોહિતપુત્ર ગભરાયો... ભાગવા લાગ્યો... મુનિવરે છલાંગ મારી, એને પકડ્યો. એના પણ હાથ-પગ તોડી નાખ્યા. કમરના મણકા જુદા કરી દીધા... અને બંનેને એક એક લાત જમાવી દીધી. દરવાજો ખોલી, મુનિરાજ પાત્ર લઈને ચાલ્યા ગયા. તેઓ નગરની બહાર શાલવૃક્ષની નીચે જઈને, ધ્યાન ધરતાં ઊભા રહ્યાં.
રાજપુત્ર સમરકેતુ અને પુરોહિતપુત્ર બ્રહ્મદત્ત, નિશ્ચેષ્ટ બનીને પડ્યા. એક શબ્દ પણ બોલવાની તેમનામાં શક્તિ ન રહી. ખંડમાં નીરવ શાંતિ હતી. જે રાણીઓ દાસીઓ અને નોકરો ભોજનગૃહમાંથી ચાલ્યાં ગયાં હતાં, તેઓ ખંડમાં આવ્યાં. ત્યાં તેમણે અશોક અને બ્રહ્મદત્તને મૃતપ્રાયઃ સ્થિતિમાં પડેલાં જોયાં. રાણીઓએ હાહાકાર કરી મૂક્યો.
‘તમને શું થયું?’ રાણીઓએ બંનેને પૂછ્યું.
મૌન...
‘તમારી આવી દુર્દશા કોણે કરી?'
મૌન...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અક્ષરનું પણ ઉચ્ચારણ કરવાની શક્તિ રહી ન હતી. તરત જ મહારાજા સમરકેતુ અને પુરોહિત રુદ્રસેનને સમાચાર આપવામાં આવ્યા. બંને આવ્યા. પોતાના પુત્રોની મૃતપ્રાયઃ સ્થિતિ જોઈને, બંને ગભરાયા, મુખ્ય રાણીએ કહ્યું :
‘એક તેજસ્વી મુનિરાજ ભિક્ષાર્થે આવેલા. આ બંનેએ એમની ટેવ મુજબ સાધુને હેરાન કરેલા... પછી શું થયું, તેની અમને ખબર નથી.'
‘જરૂ૨ એ મુનિરાજે જ આ બંનેને સજા કરી લાગે છે.’
રાજાએ પુરોહિતને કહ્યું : ‘રુદ્રસેન, ચાલો આપણે જૈનાચાર્ય પાસે જઈએ. ક્ષમાયાચના કરી, બંને કુમારોને સારા કરવા વિનંતી કરીએ.'
cur
રાજા અને પુરોહિત રથમાં બેસી, ઉપાશ્રયે ગયા.
રાજમહેલમાં અને નગરમાં ભારે કોલાહલ જાગ્યો. જ્યાં બે કુમારો પડેલા હતા, એ ભોજનખંડના હારે સશસ્ત્ર સૈનિકોની ચોકી બેસી ગઈ હતી. રાજપરિવાર સિવાય કોઈનેય અંદર આવવા દેવામાં આવતા ન હતા. રાણીઓ એક બાજુ ઊભી ઊભી વાતો કરતી હતી.
For Private And Personal Use Only
ભાગ-૨ ક્રૂ ભવ છઠ્ઠો