________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીંથી જવાની ઉતાવળ ના કરીશ.” “આપ અનુમતિ આપશો ત્યારે જ અહીંધી માર્કદીનગરી તરફ પ્રયાણ કરીશ. પરંતુ હવે મારે ઘરે પહોચવું જોઈએ. મારાં માતા-પિતા મારી પ્રતીક્ષા કરતાં હશે? તેમનો હું એકનો એક પુત્ર છું... ને તેઓ મને અતિ પ્રેમ કરે છે. તેઓ મને વિદેશયાત્રા માટે અનુમતિ આપતાં જ ન હતાં. પિતાજીએ કહ્યું હતું : “વત્સ, આપણી પાસે કુબેરનો ભંડાર છે. તારે ધન કમાવા પરદેશ જવાની કોઈ જરૂર નથી.” પરંતુ પરદેશમાં સ્વ-પુરુષાર્થથી સંપત્તિ કમાવાની, મારી અદમ્ય ઈચ્છા હોવાથી, પિતાજીએ અને માતાજીએ અનુમતિ આપ.'
શેઠે કહ્યું : “વત્સ, તારા જેવા ગુણવાન, રૂપવાન અને બુદ્ધિમાન પુત્ર ઉપર કયાં માતા-પિતાને સ્નેહ ના હોય? તને અળગો રાખવા માતા-પિતાનું મન ના જ માને. વત્સ, તને હું વધારે સમય નહીં રોકું.. શું કરું? અમારાં બંનેનું મન પણ તારા સાથે સ્નેહથી બંધાઈ ગયું છે..” શેઠ-શેઠાણીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ધરણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી બંનેનાં આંસુ લૂછી નાખ્યાં, અને કહ્યું :
પિતાજી, મને પણ આપના પ્રત્યે દૃઢ અનુરાગ થયો છે. એટલે જવાની ઈચ્છા નથી થતી. પરંતુ માર્કદીની સ્મૃતિ થઈ આવે છે... ત્યારે... ત્યાં જવાની ઈચ્છા પ્રબળ થઈ જાય છે. તે છતાં હું હમણાં થોડા દિવસ રહીશ.”
૦ 0 ૦. શેઠ-શેઠાણીએ ધરણનું ભરપૂર આતિથ્ય કર્યું.
અહીંથી ધરણને, માકંદીનગરીએ ભૂમિમાર્ગે જવાનું હતું. તેણે વહાણને વેચી નાંખ્યું. સુવર્ણ સંપુટોને બળદગાડાઓમાં ભરી, સારી રીતે સુરક્ષિત કર્યા. ધરણે બીજો પણ ઘણો માલ દેવપુરથી ખરીદ્યો. સો હાથી અને બસો અશ્વો પર ઘણો માલ લાદી દેવામાં આવ્યો. ટોપશેઠે સો બળદગાડાં ભરીને, મૂલ્યવાન સામાન ધરણને આપ્યો. બધાં મળીને પાંચ સો ગાડાં થયાં.
શેઠે, રાજાને વિનંતી કરીને, સો સશસ્ત્ર સૈનિકો સાથે સાથે જવા માટે તૈયાર કર્યા. શુભ દિવસે ટોપશેઠે ધરણને મોટા સાથે સાથે, માકંદી તરફ જવા વિદાય આપી. બે કોશ સુધી શેઠ ધરણ સાથે ગયા. ધરણે ખૂબ આગ્રહ કરીને, શેઠને પરિવાર સાથે પાછી વાળ્યા.
પિતાજી, એક વાર પરિવાર સાથે, માતંદીનગરી અવશ્ય પધારજો.' શેઠ બોલી ના શક્યાં... જ્યાં સુધી ધરણ દેખાયો ત્યાં સુધી તેઓ માર્ગમાં ઊભા રહ્યા... ધરણ દેખાતો બંધ થયો પછી, રથમાં બેસી પાછા વળી ગયા.
શેઠ-શેઠાણીને કહ્યું : “દેવી, આપણે માકંદીનગરી તો જવું પડશે. અવાર-નવાર જવું પડશે...' શેઠાણી શો જવાબ આપે? તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી.
૦ ૦ ૦
૧૮
ભાગ-૨ ૨ ૨૮
For Private And Personal Use Only